ઓઢવ પમ્પીંગ સ્ટેશન દુર્ઘટનાના કોન્ટ્રાકટર પર કોર્પોરેશન મહેરબાન !
ચાર શ્રમિકોના અપમૃત્યુ બદલ કાર્યવાહી કરવાના બદલે નવા કોન્ટ્રાકટ આપ્યા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 04062019: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને વહીવટીતંત્રમાં “માનવતા” મરી પરવારી છે તે બાબત વધુ એક વખત સિધ્ધ થઈ છે. ઓઢવ વિસ્તારના સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશનમાં ચાર નિર્દોષ શ્રમીકોના અપમૃત્યુ બદલ કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાના બદલે તેને નવા કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે. ચોકાવનારી બાબત એ છે કે સદ્દર દુર્ઘટના બાદ કોન્ટ્રાકટર અંડરગ્રાઉન્ડ હોવાની ચર્ચા થતી હતી. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના જ એક ઉચ્ચ અધિકારીની ઓફીસમાં કોન્ટ્રાકટરની નિયમીત અવર-જવર થતી જાવા મળે છે. તેથી ચાર શ્રમીકોના અપમૃત્યુની ફાઈલ નો પણ “વહીવટી” થઈ ગઈ હોવાની ચર્ચાએ જાર પકડયું છે ! અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર રાજ ચાલી રહયું છે. ઓઢવ વિસ્તારના અંબિકા સ્ટ્રોમ પમ્પીંગ સ્ટેશનમાં પંપ સર્વિસ કરતા સમયે ચાર શ્રમિકોના કરૂણ મૃત્યુ થયા હતા સદ્દર દુર્ઘટના ને હજી પંદર દિવસ પણ થયા નથી. ત્યારે જ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટર “મહીમા ઈન્ડ.” વધુ એક કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન હસ્તક ના ૮૦ ટકા ડ્રેનેજ પમ્પીગ સ્ટેશશન તથા રપ સ્ટ્રોમ પમ્પીંગ સ્ટેશનનો કોન્ટ્રાકટર “મહીમા ઈન્ડ.” ને આપવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ડ્રેનેજ વિભાગમાં મહીમા ઈન્ડ.નું એક હજુ શાસન ચાલી રહયું છે.
જેના કારણે જ ચાર શ્રમિકોના મૃત્યુ બાદ પણ કંપનીને બ્લેકલીસ્ટ કરવા કે ખાતાકીય તપાસ કરવા માટે વિચારણા સુધ્ધા કરવામાં આવી નથી. સુરતની દુર્ઘટના બાદ એક હજાર જેટલા નાના-મોટા શેડ કે પાર્ટીશન પ્રકારના દબાણો તોડીને હરખાતા કમીશ્નરે ચાર મજૂરોના મૃત્યુ પણ બદલ કોઈ જ અફસોસ થયો હોય તેમ લાગી રહયું નથી. તેવા આક્ષેપો પણ થઈ રહયા છે.
અંબિકા પમ્પીંગ સ્ટેશનની દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાકટર સામે પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી નથી. તથા માનવતા ધોરણે પણ મૃતકો તથા તેમના પરીવારજનો માટે સહાનુભૂતિના બે શબ્દ બોલવામાં આવ્યા નથી. મ્યુનિ. કોર્પોરેશને સાદા પરબીડીયામાં “શો-કોઝ” નોટીસ મોકલીને સંતોષ માન્યો છે. જેનો જવાબ આપવાની તસ્દી પણ કોન્ટ્રાકટર દ્વારા લેવામાં આવી નથી. શરમજનક બાબત એ છે કે શો-કોઝ નોટીસનો જવાબ ન આપનાર “મહીમા ઈન્ડ” ના માલિક ગત ભવનમાં રૂબરૂ આપ્યા હતા. તથા સીટી ઈજનેરની ઓફીસમાં અવન-જવન કરતા પણ નજરે પડયા હતા. તેમ છતાં નોટીસનો જવાબ માંગવાની નૈતિક હીંમત કોઈ ઉચ્ચ અધિકારી દાખવી શકયા નથી. તેથી કોન્ટ્રાકટરે તમામના મોઢે“ગુલાબી” રંગની પટ્ટી લગાવી હશે તેવી ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે!
ઓઢવ પમ્પીંગ સ્ટેશનમાં જે ચાર શ્રમીકોના મૃત્યુ થયા હતા તેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. જેના રીપોર્ટ આવી ગયા છે. પરંતુ મ્યુનિ. કોર્પોરેશન ના મહાનુભાવો પી.એમ. રીપોર્ટની નકલ લેવાની કે રીપોર્ટની વિગત જાણવાની દરકાર કરતા નથી. “પોસ્ટમોર્ટમ રીપોર્ટ પોલીસનો વિષય છે તેવો ખુલ્લો બચાવ થઈ રહયો છે.
પરંતુ પી.એમ. રીપોર્ટ ની વિગતો જણાવવામાં આ મહાનુભાવોને લેશમાત્ર પણ રસ નથી. મ્યુનિ. વહીવટીતંત્ર તથા શાસકો દ્વારા કોન્ટ્રાકટરને કોઈ આંચ ન આવે તેનું ધ્યાન રાખી રહયા છે. ચાર નિર્દોષની જીંદગી કે તેના પરીવારો સાથે તેમને કોઈ જ લેવા-દેવા નથી. જેના કારણે જ મહીમા ઈન્ડ. ના માલિક સામે પોલીસ કરવાના બદલે તેને નવા કોન્ટ્રાકટ આપવામાં આવી રહયા છે.
ચોમાસાની સીઝન દરમ્યાન અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના નિકાલનો કોન્ટ્રાકટ” મહીમા ઈન્ડ.” ને આપવામાં આવ્યો છે. જેના માટે તેને રૂ.૪ર.પ૦ લાખ ચુકવવામાં આવશે. મ્યુનિ. અધિકારીઓ છેલ્લા પંદર દિવસથી કોન્ટ્રાકટર અંડરગ્રાઉન્ડ હોવાના દાવા કરતા હતા. જયારે “મહીમા ઈન્ડ.” દ્વારા ૧ લી જુન થી અંડરપાસ માં કામ શરૂ કરવામાં આવ્યું હોવાના દાવા કમીટી ચેરમેન કરી રહયા છે. અંડરગ્રાઉન્ડ કોન્ટ્રાકટરે ટેન્ડર કયારે ભર્યા છે. તેને વર્કઓર્ડર કયારે આપવામાં આવ્યો ? તે પણ તપાસનો લુલો બચાવ કરી રહયા છે.પી.એમ. રીપોર્ટના આધારે જ મૃત્યુ કઈ રીતે થયુ તેની માહીતી મળી શકે તેમ છે.
પરંતુ કોઈપણ સંજાગોમાં “મહીમા ઈન્ડ.”ના માલિકને બચાવવાના સોગંદ લીધા હોય તેમ અધિકારીઓ અને શાસકોને આ વિષયમાં લેશમાત્ર પણ રસ નથી ! મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જયારે કોન્ટ્રાકટ આપવામાં આવે છે. ત્યારે લેબર લાઈસન્સ મુખ્ય શરત હોય છે. પરંતુ “મહીમા ઈન્ડ.”ના માલિક પાસે લેબર લાઈસન્સ નથી. તેમ છતાં તેને એક-બે નહીં પરંતુ તમામ પમ્પીંગ સ્ટેશનોના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. તથા નવા કોન્ટ્રાકટર આપવામાં આવી રહયા છે. મહીમા ઈન્ડ.ને તમામ પમ્પીંગ સ્ટેશનોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તેથી કેમીકલયુકત પાણીની ટેન્કરો પણ તેની રહેમ નજરે જ ઠલવાય છે. તથા નિયમ અંતરે પમ્પીંગ સ્ટેશનો અને લાઈનોની સફાઈ કરીને પુરાવાનો નાશ કરવામાં ેઆવે છે. પરંતુ અંબિકા પમ્પીંગ સ્ટેશનની સફાઈમાં વિલંબ થતા ચાર શ્રમીકોએ જીવ ગુમાવ્યા હોવાના સીધા આક્ષેપ પણ થઈ રહયા છે.