Western Times News

Gujarati News

ઓઢવ ફાયર સ્ટેશન પાસે 2 ઇંચ વરસાદમાં 30 ઇંચ પાણી ભરાતા હોવાની સમસ્યા

અમદાવાદમાં માત્ર બે ઇંચ વરસાદમાં ૬૬ સ્થળે અડધાથી અઢી ફૂટ પાણી ભરાય છે

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ અમદાવાદ શહેર પર ચોમાસાની સિઝન શાસક પક્ષ અને વહીવટી તંત્ર માટે અગ્નિ પરીક્ષા ઉપર બની રહે છે શહેરમાં ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર ની સ્થિતિ બની રહે છે

૨૦૨૩ ના વર્ગ દરમિયાન ચોમાસામાં જે સ્થળે વરસાદી પાણી ભરાયા હતા એવા ૧૪૬ સ્થળ ની યાદી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે જેમાં ચોકાવનારી બાબત એ સામે આવી છે કે માત્ર બેથી અઢી જ વરસાદમાં જ શહેરમાં ૬૬ સ્થળે અડધાથી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીનો ઝડપી નીકળતા તે માટે લાઈન નાખવામાં આવી રહી છે પરંતુ આ લાઈન પણ નિષ્ફળ સાબિત થઈ હતી. શહેરમાં ૬૬ એવા સ્પોટ છે કે જ્યાં માત્ર બે ઇંચ જ વરસાદમાં જળબંબાકાર ની સ્થિતિ થઈ જાય છે અને વરસાદી પાણી નીકળવા માટે ૮ થી ૧૦ કલાકનો સમય થાય છે

શહેરના દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં આવા સ્પોર્ટ ની સંખ્યા ઘણી વધારે છે દક્ષિણ ઝોનમાં મોટાભાગના સ્પોટ મણીનગર બોર્ડમાં જ આવ્યા છે જ્યારે પશ્ચિમ ઝોનમાં મોટાભાગના વોટર લોગીગ સ્પોર્ટ પાલડી વોર્ડમાં આવ્યા છે આ ઉપરાંત પૂર્વઝોનમાં ઓઢવ ફાયર સ્ટેશન પાસે માત્ર બે જ વરસાદમાં જ અઢી ફૂટ જેટલા પાણી ભરાતા હોવાનો સ્વીકાર કુદત તંત્ર જ કરી રહ્યો છે તદુપરાંત કાળીગામ ગરનાળા અને કુબેરનગર ગરનાળાની પરિસ્થિતિ પણ વિકટ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા દર વર્ષે ચોમાસા પહેલા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે છે પરંતુ માત્ર એક-બે ઇંચ વરસાદ માં જ આ પ્લાન નું ધોવાણ થઈ જાય છે. તંત્ર ઘ્‌વારા અબજો રૂપિયા ના ખર્ચથી સ્ટોર્મ લાઈનો નાખવામાં આવી છે. પરંતુ તેમાં પણ ગેરકાયદેસર જોડાણો થઈ ગયા છે તેમજ આ લાઈનોમાં બારે મહિના ગટરના પાણી વહી રહયા છે તેથી તેની સફાઈ પણ થઈ શકતી નથી.

ચોમાસામાં માત્ર બે ઇંચ વરસાદમાં જ અત્યંત ભયજનક સ્થિતિ નું નિર્માણ થાય છે. નાગરિકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે જયારે શાસકો અને વહીવટીતંત્ર હંમેશાની માફક સબ સલામતની આલબેલનો પોકાર કરે છે.૨૦૨૪માં આવી સમસ્યાનું નિર્માણ ના થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેવા દાવા તંત્ર કરી રહ્યું છે પરંતુ નાગરિકોને ૧૦૦ ટકા ભરોસો રહ્યો નથી તે બાબતની પણ ચર્ચા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.