Western Times News

Gujarati News

ઓઢવ હત્યાકાંડમાં 30 જ દિવસમાં ચાર્જશીટ દાખલ

અમદાવાદ, સુરતના ગ્રીષ્મા અને વડોદરાના તૃષા હત્યા કેસની જેમ અમદાવાદના ઓઢવ હત્યાકાંડમાં પણ એક મહિનામાં જ ચાર્જશીટ ફાઈલ કરાશે. એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાની ઘટનામાં પોલીસે 30 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

સુરત અને વડોદરા  બાદ કોઈ કેસમાં 30 જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાની અમદાવાદની આ પ્રથમ ઘટના હશે. જેમાં જરૂરી પુરાવા, સાક્ષી, નિવેદનો મળીને 2 હજારથી 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરાશે. જેના આધારે આરોપી વિનોદ મરાઠીને જલ્દી સજા થશે. હાલ વિનોદ મરાઠી 7 દિવસના રિમાન્ડ પર છે.

ક્રાઈમ બ્રાંચે પકડેલા વિનોદ ઉર્ફે બાળા ગાયકવાડે ઘરના ચાર સભ્યોની કરૂણપિત હત્યા કરી હતી. વિનોદને પોતાના પુત્ર દ્વારા પત્નીના આડાસંબંધની જાણ થઈ હતી અને બસ પત્નીની હત્યા કરવા માટે તેણે પ્લાન બનાવ્યો.

શનિવારના રોજ વિનોદે પત્નીને સરપ્રાઈઝ આપવાનું કહી આંખ અને મોઢા પર પટ્ટી બાંધીને મોતની સરપ્રાઈઝ આપીને હત્યા કરી દીધી. હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હોવાથી બે બાળકોને વિનોદે વસ્તુ ખરીદવા બહાર મોકલ્યા હતા.

જે બજારમાંથી વસ્તુ ખરીદી ઘરે પહેલા 15 વર્ષની દીકરી પ્રગતિ આવી જેની હત્યા કરી દીધી અને બાદમાં 17 વર્ષીય ગણેશ નામના દીકરો આવતા જ હત્યા નિપજાવી. બાદમાં વડસાસુની હત્યા નિપજાવી.

ગણતરીની મિનિટો પત્ની ,બે બાળકો અને વડ સાસુની હત્યા નિપજ્યા બાદ પોતાની સાસુ સજુબેન પણ ઘરે બોલાવી હત્યાના ઈરાદે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હતો. પરંતુ ચાર હત્યાનો પસ્તાવો થતા સાસુ સાથે આખી રાત્રે ઘરે બેસી વહેલી સવારે ઘરે મૂકી આવ્યો અને જે હથિયાર વડે હુમલો કર્યો તે ઓઢવ નજીક ફેંકી દીધું હતું.

સાસુ પર થયેલ હુમલાને અકસ્માત ખપાવી પોતે ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. જો કે પત્નીનો પ્રેમી જીવિત હોવાથી તેની હત્યા માટે પત્નીનું મંગળસૂત્ર વેચવા વિનોદ અમદાવાદ આવ્યો પણ મંગળસૂત્ર ન વેચતા સુરતથી મધ્યપ્રદેશ ઈન્દોર નાસી છૂટ્યો હતો. પરંતુ મધ્યપ્રદેશથી અમદાવાદ પત્નીના પ્રેમીની હત્યા કરવા આવી રહ્યો હતો. ત્યાં દાહોદ બોર્ડર પાસે એસટી બસમાંથી પકડી લીધો હતો.

આરોપી વિનોદની પુરપરછમાં સામે આવ્યું કે તેની પત્ની સોનલ બે વર્ષથી એક યુવક જોડે આડાસંબંધ હતા. જે સોનલ નોકરી કરતી તેના જ માલિક સાથે સંબંધ હતા. જે આડા સંબંધમાં પરિવારની હત્યા કરી. 26મીની રાત્રે પત્ની, બાળકો સહિત ચાર હત્યા કર્યા બાદ આરોપી પોતાના ઘરમાં રહેલ લોહીના ડાઘ સાફ કર્યા અને ઘરમાં જ બેસી દારૂનો નશો કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. જો કે પ્રેમીના હત્યાનું કાવતરું ઘડ્યું હોવાના પર્દાફાશ થયા બાદ આરોપી વિરુદ્ધ વધુ કોઈ ગુનો નોંધાય છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.