ઓનલાઇન છેતરપિંડીના વધતા બનાવોને લઈ ફફડાટ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના વધતા બનાવોને લઈ જિલ્લાવાસીઓમાં પણ ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. જાે કે ઓનલાઈન છેતરપીંડી કરનારી કંપની લોકોને વિશ્વાસમાં લઇ લોભામણી જાહેરાતો આપી અને મોબાઈલ ઉપર જ મોટા ભાગે છેતરપિંડી કરતી હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને જિલ્લાવાસીઓના રોજના લાખો રૂપિયા આવી છેતરપીંડી પાછળ ડૂબતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં એક તરફ આર્થિક સંકડામણમાં લોકો પોતાનું જીવન ધોરણ ગુજારતા હોય છે.
ત્યારે આવી છેતરપિંડી કરનારા લોકો નાની એવી બચત એ જે લોકોએ બેંકમાં ભેગી કરી હોય તે પણ ઉઠાવી જતા હોવાની ફરિયાદ ઉઠી છે.આવા ફ્રોડ કરનારાઓ પહેલા મોબાઈલ ધારકનો સંપર્ક સાધે છે અને ફોન નંબર મેળવ્યા બાદ બેંકની વિગત અને લોભામણી જાહેરાતો અને વિશ્વાસમાં લઈ અને તમને આ લાભ મળશે, ફાયદો થશે અને મફતમાં વસ્તુ મળશે એમ કહી લીંક આપી છે ઓપન કરજાે મેસેજમાં લીંક આવશે તે વગેરે પ્રકારની વાતચીત કરી અને ત્યારબાદ લીંક મોકલી આપે છે.
ઉપરાંત જાે મોબાઈલ ધારક આ લીંક ઓપન કરે તો સમગ્ર મોબાઈલનો ડેટા હેક થઇ જતા હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે.મોબાઇલ હેક થયા બાદ મોબાઈલમાં રહેલી તમામ પ્રકારની બેન્કિંગથી લઈ તમામ બેંક બેલેન્સ આવા ફ્રોડ કરનારાઓ મેળવી લેતા હોય છે. ત્યારબાદ બેંકમાં પડેલા નાણાની ઉઠાંતરી કરી તેઓ છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ડોક્ટર અને વકીલ સહિતના અભ્યાસુ લોકો પણ આવા છેતરપિંડી કરનારાઓની લપેટમાં આવી ચુક્યા છે.
ત્યારે જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના મામલે કરોડો રૂપિયાનું જિલ્લાવાસીઓનું ધોવાણ થઇ ચુક્યું હોવાનું પણ બહાર આવ્યું.છે.સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ બાદ પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે. કારણ કે, એક અરજદાર અને ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર ૧લી જુનના રોજ તેમના ખાતામાંથી ૪૦ હજાર રૂપિયા ઉપડી ગયા હતા.
ત્યારે આ મામલે પોલીસ તંત્ર તથા સાયબર સેલને જાણ કરવામાં આવી હતી. છેતરપિંડીનો ભોગ બનનારે તમામ પ્રકારના પુરાવાઓ પણ આપ્યા હતા અને બેન્ક સ્ટેટમેન્ટ આપ્યું હતું.પણ હજુ સુધી જે નંબર દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે, તે નંબર પણ ચાલુ છે. તે નંબર પણ અરજદાર અને છેતરપિંડીનો ભોગ બનનારા યુવક સુભાષભાઈ દ્વારા બી ડિવિઝન પોલીસને તથા સાઇબર સેલને આપવામાં આવ્યા છે. ત્યારે આજે આ મામલે સાત દિવસ થઈ ચૂક્યા છે. છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
ફોન નંબર ચાલુ છે અને હજુ પણ સુભાષભાઈને વિવિધ પ્રકારની લાલચ આપવામાં આવી રહી છે અને છેતરપિંડીનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમ છતાં પણ પોલીસ તંત્ર આ મામલે લોકેશન પણ ગોતી શક્યું નથી અને આવા છેતરપિંડી કરનારાઓની અટકાયત કરી શકી નથી. ત્યારે પોલીસ કામગીરીથી આવા ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર લોકોમાં પણ અસંતોષ જાેવા મળી રહ્યો છે.ss3kp