ઓનલાઇન યૌન ઉત્પીડનની શિકાર થતા સ્વરા ભાસ્કરે ફરિયાદ નોંધાવી
મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. સ્વરાએ ઓનલાઇન યૌન ઉત્પીડનની ફરિયાદ દાખલ કરાવી છે.સ્વરા ભાસ્કરે કહ્યું કે તેની ફિલ્મના એક સીનને સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે અને તેના દ્વારા તેની ઇમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આઇપીસીની વિવિધ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્વરાએ આ મુદ્દે ટિ્વટ પણ કર્યું છે.
સ્વરા ભાસ્કરે હાલમાં જ આ શખ્સ દ્વારા ચલાવવામાં આવેલ હૅશટેગ અને ટિ્વટ્સને શૅર કરતાં લખ્યું કે, અને મારા દોસ્ત આ સાયબર ઉત્પીડન છે. આવો વાત કરીએ તે ચેલેન્જની જેનો સામનો મહિલાઓએ સાર્વજનિક ક્ષેત્રોમાં કરવો પડે છે. પ્રિય ટિ્વટર આવો વાત કરીએ કેવી રીતે તમારા પ્લેટફોર્મ પર મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન બનાવવામાં આવે.
સ્વરા ભાસ્કરે લખ્યું કે, આપણે હિન્દુત્વ આતંક સાથે ઠીક ન હોઇ શકીએ અને તાલિબાન આતંકથી બધા હેરાન થઇ ગયા છે. આપણે તાલિબાન આતંકથી શાંત નથી રહી શકતા અને હિન્દુત્વ આતંક માટે નારાજ થઇએ છીએ.HS