ઓનલાઇન રમી: વિરાટ કોહલીને કેરળની હાઇકોર્ટની નોટિસ

પ્રતિકાત્મક
એક અરજદારે ઉચ્ચ અદાલતમાં ફરિયાદ કરી હતી કે ઓનલાઇન ગેમ રમીને ઘણા લોકોએ નાણાં ગુમાવ્યા બાદ ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
તિરુવનંતપુરમ, કેરળ હાઈકોર્ટે બુધવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, કલાકારો થમ્મન્ના અને અજુ વર્ગીઝને ઓનલાઇન રમી પર પ્રતિબંધ માંગવાની અરજી પર નોટિસ ફટકારી છે, પીડિતોનો આરોપ છે કે ઓનલાઈન બ્રાન્ડના એનડોર્સ કરનારા યુવાનોને વ્યસની બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કોહલી, થમન્ના અને વર્ગીઝ ઓનલાઇન રમીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેથી તેઓનો નોટીસ આપવામાં આવી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ ફટકારી છે અને તે અંગે જ તેનો જવાબ માંગવામાં આવે તેમ જણાવ્યુ હતું. અરજદારે ઉચ્ચ અદાલતમાં ફરિયાદ કરી હતી કે ઓનલાઇન ગેમ રમીને ઘણા લોકોએ નાણાં ગુમાવ્યા બાદ ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
27 વર્ષીય વિનીથે એક પખવાડિયા પહેલા તિરુવનંતપુરમના કુટ્ટીચાલમાં આત્મહત્યા કરી હતી. તેને 21 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ઓનલાઇન રમી રમતા સાજેશે આઇએએનએસને જણાવ્યું હતું કે, ‘માનનીય હાઇકોર્ટની હસ્તક્ષેપ આવકાર્ય છે કારણ કે મને ખબર છે કે આ ઓનલાઇન ગેમ રમતા ઘણા લોકોએ મોટા પ્રમાણમાં પૈસા ગુમાવ્યા છે અને મેં પણ આ રમતમાં લગભગ 6 લાખ ગુમાવ્યા છે.