ઓનલાઈન ક્લાસમાં ફોન પર પોર્ન ફિલ્મ ચાલુ થઈ ગઈ
શ્યોપુર: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં શનિવારે એક આશ્ચર્યજનક ઘટના બની છે. જે બાદ જિલ્લામાં ચાલતા તમામ ઓનલાઈન ક્લાસ બંધ કરવાની માંગ ઉઠી છે. ધોરણ-૮ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ વોટ્સએપ ગ્રુપ પર ચાલી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ફોન પર પોર્ન ફિલ્મ શરુ થઈ ગઈ. જેના કારણે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આટલી ગંભીર ઘટના બન્યા પછી પણ સ્કૂલ દ્વારા પોલીસ ફરિયાદ જેવા પગલા ભરવામાં ના આવ્યા હોવાના કારણે વાલીઓ વધારે ગુસ્સામાં છે. કોરોના મહામારીના કારણે સ્કૂલો બંધ છે આવામાં શ્યોપુરમાં બાળકોને ઓનલાઈન ભણાવવામાં આવી રહ્યા છે. શનિવારે અંગ્રેજીના ક્લાસ દરમિયાન બાળકો એ સમયે આશ્ચર્યમાં મૂકાઈ ગયા જ્યારે મોબાઈલ ફોન પર પોર્ન ફિલ્મ ચાલવા લાગી. આ ક્લાસ સ્કૂલના મેડમ લઈ રહ્યા હતા.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
જેવી બાળકોના વાલીઓની નજર ફોન પર પડી તો તેઓ ગુસ્સે થઈ ગયા. વાલીઓ દ્વારા સ્કૂલ દ્વારા થયેલી ભૂલ બદલ શિક્ષિકા સામે આકરા પગલા ભરવાની માંગ ઉઠી રહી છે. નામ ન લખવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યંુ કે, અમે તાત્કાલિક ઓનલાઈન ક્લાસ બંધ કરી દીધા. આ સ્કૂલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અધિકારીઓ અને બિઝનેસમેન પરિવારના છે. શ્યોપર મધ્યપ્રદેશના સરહદી જિલ્લાઓમાંથી એક છે, અહીં રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની નજીક છે. આ સ્કૂલના આચાર્ય રોહિત જોને કહ્યું કે આ ઘટના કેટલાક હેકર્સની કરતૂત છે. અમે તમામ ઓનલાઈન ક્લાસ રોકી દીધા છે.
તમામ બાબતો યોગ્ય થયા બાદ ક્લાસ ફરી શરુ કરાશે. સાથે જ તેમણે જણાવ્યું કે હવે અમે ઓનલાઈન ક્લાસ સિક્યોરિટીને વધારે મજબૂત બનાવીશું, જેથી ફરી આવી ઘટના ના બને. આ ઘટનાને લઈને રવિવારે એનએસયુઆઈ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું, સાથે સ્કૂલ મેનેજમેન્ટ સામે ફરિયાદ પણ કરવામાં આવી, આ સાથે જવાબદારોની ધરપકડ કરવામાં આવે તેવી માગણી પણ ઉઠી છે.