ઓનલાઈન ગેમીંગના રવાડે ચડેલો યુવક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો

આરોપીએ ૧પ લાખની સામે ૩૧ લાખ પડાવી વધુ રૂપિયા માંગ્યા, ૧૦ સામે ગુનો દાખલ
(એજન્સી)અમદાવાદ,
શહેરનો એક યુવક કોલેજકાળ દરમ્યાન ઓનલાઈન ગેમીગના રવાડે ચડયો હતો. ઓનલાઈન ગેપીગને લત લાગી જતા તેણે વ્યાજખોરો પાસેથી નાણાં લેવાનું શરૂ કર્યું હતું. તેથી તે વ્યાજખોરોની ચુગાલમાં ફસાઈ ગયો હતો. વ્યાજખોરોએ યુવકની પાસપોર્ટ અને પિતાનું લેપટોપ પણ મેળવી લીધું હતું. વ્યાજખોરોએ ૧પ લાખની સામે ૩૧ લાખ લઈને વધુ રૂપિયાની માગણી કરતા યુવક તણાવના રહેતો હતો. આરોપીઓની ધમકીથી કંટાળેલા યુવકે આખરે ફરીયાદ નોધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ચાંદખેડામાં રહેતો ર૩ વર્ષીય સિદ્ધાર્થ નામ બદલે છે. એક યુનિવસીટીમાં એમેએસસી આઈટીમાં અભ્યાસ કરે છે. તેના પિતા બેક મેનેજર છે. વર્ષ ર૦ર૧માં તે સોલાની એક કોલેજમાં અભ્યાસ કરતો હતો.
ત્યારે મીત્રોના રવાડે ચડયો હતો. અને ગેમીગ એપલીકેશનમાં નાણાં નાખીને જુગાર રમવાનું શીખ્યો હતો. ઓનલાઈન ગેમીગનગા જુગારની લગત લાગી જતા તેણે તેના દાદા પાસેથી ઉછીના નાણાં લીધા હતા. આ નાણાં પરત ચુકવવા માટે હાડગડા ભોલા ઉર્ફે સતીષ ભરવાડ પાસેથી વ્યાજે લીધા હતા.સતીષે અન્ય વ્યાજખોર ઉમંગ દેસાઈ પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણાં અપાવ્યા હતા. સિદ્ધાર્થે તે નાણાં દાદાને પરત આપીને બાકીના મેપીગમાં વાપર્યા હતા. બાદમાં ઉમંગને ચુકવવા માટે ફરી સતીષ ભરવાડ પાસેથી ૧૦ ટકા વ્યાજે નાણા લીધા હતા. થોડા સમય બાદ સિદ્ધાર્થના પિતાને જાણ થતા તેમણે વ્યાજખોરોને મળીને હિસાબ પુરો કરીને ફરી નાણાં ન આપવા કહયું હતું જે બાદ પણ સિદ્ધાર્થે વ્યાજે નાણાં લેવાનું ચાલુ રાખ્યું હતું. તેણે ૧પ ટકા વ્યાજે અંંશુ પાસેથી લાખો રૂપિયા લીધા હતા.
જયારે સટ્ટો રમનાર જીગા દેસાઈ પાસે હારી જતા પાસપોર્ટ આપી દેવો પડયો હતો. રાજુ દેસાઈએ વ્યાજે નાણા આપીને સિદ્ધાર્થ પાસેથી તેના પિતાનું લેપટોપ લઈ લીધું હતું.આ તમામ લોકોને ચુકવવા માટે સિદ્ધાર્થે વ્યાજે ક્રિપાલસિંહ વાઘેલા ઋતુરાજસિંહ પરમાર સૂર્યરાજસિંહ ચૌહાણ પાસેથી નાણાં લીધા હતા. જે લોકો પણ મેસેજો કરીને ધમકી આપતા હતા. આમ સિદ્ધાર્થ ૧પ લાખની સામે ૩૧ લાખ ચુકવવા હોવા છતાંય વ્યાજખોરોએ ધમકી આપતા તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે હાડગડા ભોલા ઉર્ફે સતીષ ભરવાડ, ઉમંગ દેસાઈ રમેશ દેસાઈ, અંશુ વ્યાસ, જીગા દેસાઈ, રાજુ દેસાઈ, ક્રિપાલસિંહ વાઘેલા ઋતુરાજસિંહ પરમાર, સૂર્યરાજસિંહ ચૌહાણે અને ઓમપ્રકાશ યાદવ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.