ઓનલાઈન ગેમ્બલિંગ સાઈટ્સ સામે કાર્યવાહીની જવાબદારી રાજયનીઃ કેન્દ્ર
યુવાઓના ભોગે વેબસાઈટ્સને કમાણીની મંજૂરી ના આપી શકાયઃ હાઈકોર્ટે
નવીદિલ્હી,કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે, ઓનલાઈન ગેમ્બલીગ વેબસાઈટસ પર પગલાં લેવાની જવાબદારી રાજય સરકારની છે. ઈલેકટ્રોનીકસ અને આઈટી મંત્રાલય પાસે આવી સાઈટસનો બ્લોક કરવાનો આદેશ આપવાની સત્તા નથી.
કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં એફીડેવીટ રજુ કરીને આ માહિતી આપી હતી. મુખ્ય ન્યાયધીજ ડી એન પટેલ અને જસ્ટીસ જયોતિ સિંઘની બેન્ચે એક પીટીશન અંગે નાણામંત્રાલય ઈલેકટ્રોનીકસ અને આઈટી મંત્રાલય તેમજ દિલ્હી સરકાર પાસે ગેમ્બલીગ સટ્ટા સહીતની ઓનલાઈન સાઈટસ પર પ્રતીબંધ મુકવાના પગલાંની માહિતી માંગી હતી.
કોર્ટે કેસની આગામી સુનાવણી ૧૧ ઓકટોબરે નિર્ધારીત કરી છે. હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે, ઓનલાઈન ગેમ્બલીગ જાેખમી છે અને યુવાઓનાભોગે વેબસાઈટસને કમાણી કરવાની મંજુરી આપી શકાય નહી.
અરજીમાં જણાવ્યા અનુસાર જુદા જુદા રાજયોમાં આવી પ્રવૃત્તિને અટકાવવા કાયદા છતાં સંખ્યાબંધ વેબસાઈટસ ગેમ્બલીગ સટ્ટો વગેરે પ્રવૃત્તિ ભારતમાં જ ચલાવી રહી છે અરજદાર અવિનાશ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, આ તમામ પ્રવૃત્તિઓ કાયદા મુજબ પ્રતીબંધીત છે. પણ કાનુની નિયમોના પાલનને અભાવે તે નિયંત્રણ વગર ચાલી રહી છે.
કેન્દ્ર સરકારે અરજીના જવાબમાં જણાવ્યું હતું કે, “ઈલેકટ્રોનીકસ અને આઈટી મંત્રાલય પાસે ગેમ્બ્લીગ કે સટ્ટાને લગતી સમસ્યા પર પગલાં લેવાની કોઈ કાનુની સત્તા નથી.
આ તમામ મુદા રાજય સરકારના અધિકારીક્ષેત્રમાં આવે છે.” કેન્દ્ર સરકારે વધુમાં જણાવ્યું હતું કે અરજદાર સિકકીમ નાગાલેન્ડ, તેલંગાણા આંધપ્રદેશ કે તામીલનાડુમાંથી કોઈ રાજયને પક્ષકાર બનાવ્યા નથી.
આ તમામ રાજયોએ ઓનલાઈન ગેમ્બલીગના નિયમન માટે કાયદો બનાવ્યો છે. તેમનો મત સાંભળ્યા વગર આ કેસમાં અસરકારક ચુકાદો આપી શકાય નહીં.