ઓનલાઈન ચીટીંગઃ સરદારનગરમાં SBIના અધિકારી તરીકે ઓળખ આપી યુવતિના રૂ.૩૪ હજાર પડાવાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં રહેતી એક યુવતિને એસબીઆઈ બેંકના મેનેજરના નામે અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેને એટીએમ કાર્ડનો ટેક્ષ ભરવાનો બાકી છે એવી વાત કહીને યુવતિ પાસેથી ઓટીપી નંબર મેળવી લીધા હતા. અને બે દિવસમાં તેના ખાતામાંથી રૂ.૩૪ હજાર જેટલી રકમ બારોબાર સરેવી લીધી હતી.
ચીંટીગનો ભોગ બનનાર પૂનમબેન મુરઝણી (૩૩) કુબેરનગર ખાતે રહે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં તેમના મોબાઈલ પર ફોન કરીને અજાણ્યા શખ્સે એસબીઆઈ બેંકના મેનેજર તરીકેની ઓળખાણ આપીને તેમ જે એટીએમનો ઉપયોગ કરો છો. તેનો ટેક્ષ ભરતા નથી. મને તમારો એકાઉન્ટ નંબર આપો તેમ કહ્યુ હતુ. જેથી પૂનમબેને પોતાના એકાઉન્ટ નંબર આપતા થોડી જ વારમાં શખ્સે એટીએમનો નંબર તથા પીન નંબર માગ્યા હતા. પરંતુ પૂનમબેને તે આપ્યા હતા. એ દરમ્યાન ગઠીયાએ ઓનલાઈન ટ્રાન્સફર કરતા પૂનમબેનના ફોનમાં ઓટીપી નંબર આવ્યા હતા.
જે તેમણે ગઠીયાને આપ્યા હતા. ઉપરાંત ગઠીયાએ પૂનમબેનના રેફરન્સ તરીકે જાડાયેલી વ્યÂક્તની પણ બેંક માહિતી માંગી હતી. જા કે તે પણ તેમણે આપી નહોતી. જેથી ગઠીયાએ તેમને બેંકમાં આવીને મળી જજા તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં બેથી ત્રણ દિવસ પછી પૂનમબેન બેંકમાં પહોંચતા બેક અધિકારીએ તેમના ખાતા તપાસતાં ૩૪ હજાર રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. આ ઘટના બાદ પૂનમબેને સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ હાલ સરદારનગર પોલીસ કરી રહી છે.