ઓનલાઈન છેતરપિંડી થાય તો તરત જ આ ટ્વિટર પર ટ્વિટ કરો

ગૃહ મંત્રાલયે @CyberDost ટિ્વટર હેન્ડલ લૉન્ચ કર્યું
નવી દિલ્હી, દેશભરમાં સતત સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિઓનો રોકવા માટે મોદી સરકારે મહત્ત્વનો ર્નિણય લીધો છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રાલયે સખ્ત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગૃહ મંત્રાલયે @CyberDost ટિ્વટર હેન્ડલ લૉન્ચ કર્યું છે.
જેમાં શોર્ટ વીડિયો તેમજ ફોટોના માધ્યમથી ૧૦૬૬થી વધુ સાયબર સુરક્ષાની ટિપ્સ શેર કરવામાં આવી છે. આ ટિ્વટર હેન્ડલના ૩.૬૪ લાખથી વધુ ફોલોઅર્સ છે.
— Cyber Dost (@Cyberdost) April 25, 2022
સાયબર ક્રાઈમ વિશે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાયબર ક્રાઈમ વિશે જાણકારી આપવા માટે ૧૦૦ કરોડથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા.
સાયબર ક્રાઈમ રોકવા માટે અને સાયબર સુરક્ષા ટિપ્સ માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો. સાથે જ વિદ્યાર્થીઓ માટે ખાસ હેન્ડબુક પ્રસારિત કરવામાં આવી છે.
તો અલગ-અલગ રાજ્યોમાં પોલીસ વિભાગના સહયોગથી સી-ડેક માધ્યમથી સાયબર સુરક્ષા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને સંઘ પ્રદેશોને ૬ ઓક્ટોબર ૨૦૨૧થી દરેક અઠવાડિયાના પહેલા બુધવારે ૧૧ વાગ્યે સાયબર સુરક્ષા દિવસનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ છઠ્ઠા ધોરણથી ૧૨માં ધોરણ સુધી તમામ સ્ટ્રીમ્સ માટે સાયબર સ્વચ્છતામાં અભ્યાક્રમ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.