ઓનલાઈન જોબ ફેરથી 33,500થી વધુ લોકોને નોકરી આપવામાં આવી
શ્રમ અને રોજગાર વિભાગે આ વર્ષે એપ્રિલથી ઓકટોબર સુધીમાં 892 ઓનલાઈન જોબફેરનુ આયોજન કર્યું
તા. 23ઓકટોબર, 2020: શ્રમ અને રોજગાર વિભાગે ચાલુ નાણાંકીય વર્ષમાં યોજેલા જોબફેર મારફતે 33,500થી વધુ ઉમેદવારોને નોકરીઓ આપવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગે આ વર્ષે એપ્રિલથી 18 ઓકટોબર સુધીમાં 892 ઓનલાઈન જોબફેરનુ આયોજન કર્યું હતું. જેમાંથી 33542 ઉમેદવારોને નોકરીઓ (પ્લેસમેન્ટ) આપવામાં આવી છે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા જણાવે છે કે “સરકાર રોજગાર નિર્માણની ઉચ્ચ અગ્રતા ધરાવે છે. અમે નોકરી શોધતા લોકો તથા નોકરી આપનારા સાથે મળીને છેલ્લાં થોડાં વર્ષથી જોબ ફેરનુ આયોજન કરી રહ્યા છીએ. અમે આ વર્ષે પણ જોબફેર ચાલુ રાખ્યા છે, પરંતુ કોવિડ-19ની સ્થિતિમાં લોકોને ભૌતિક રીતે એકત્ર કરવાને બદલે અમે ઓનલાઈન જોબ ફેરનુ આયોજન કર્યું હતું. જોકે ઓનલાઈન જોબ ફેર પણ એટલા જ અસરકારક અને સફળ નિવડ્યા હતા અને અમે 33,500થી વધુ લોકોને જોબ ફેર મારફતે નોકરી અપાવી શક્યા છીએ. ”
શ્રી વિપુલ મિત્રાએ જણાવ્યુ હતું કે અમે આગામી સપ્તાહો અને મહીનાઓમાં વધુ જોબ ફેર યોજવાનુ આયોજન કરી રહ્યા છીએ. “આ એક સતત ચાલતી પ્રક્રિયા છે.” તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતું
ઓનલાઈન જોબફેર મારફતે ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદના 3500થી વધુ ઉમેદવારોને નોકરીઓ આપવામાં આવી છે. એ પછી ભૂજમાં 2100થી વધુને નોકરીઓ મળી છે. સુરતમાં 2,000થી વધુને નોકરી મળી છે. વડોદરામાંથી 1800 અને પાલનપુરમાંથી 1700ને, જામનગરમાંથી 1500, નર્મદા જીલ્લામાંથી 1300 છોટા ઉદેપુરમાંથી 1300 તથા ગાંધીનગર જીલ્લામાંથી 1150ને નોકરીઓ મળી છે. નોકરીઓ મળી છે.મહેસાણાના 1050ને પણ નોકરીઓ મળી છે.
વર્ષ 2017-18, 2018-19 અને 2019-20માં અનુક્રમે 2.11 લાખ, 2.29 લાખ અને 2.10 લાખ ઉમેદવારોને નોકરીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત એપ્રિલથી 18 ઓકટોબર સુધીમાં રાજ્યમાં આશરે 45000 જેટલા ઉમેદવારોને રોજગાર વિનિમય કચેરીઓ મારફતે પ્લેસમેન્ટ આપવામાં આવ્યુ છે. છેલ્લા 3 વર્ષમાં રોજગાર વિનિમય કચેરીઓ મારફતે અનુક્રમે 1.44 લાખ, 1.38 લાખ અને 1.41 લાખ ઉમેદવારોને નોકરીઓ આપવામાં આવી છે.