ઓનલાઈન ડેટીંગના નામે વસ્ત્રાપુરનાં યુવાન સાથે છેતરપિંડી
અમદાવાદ: શહેરનો એક યુવાન ઓનલાઈન ડેટીંગ કરવા જતાં છેતરપીંડીનો ભોગ બન્યાનું બહાર આવ્યું છે. યુવાને રૂ.૪.૩૦ લાખથી વધુ ખોવાનો વારો આવ્યો છે. પ્રમીત રાય (૨૬) નામનો યુવાન વ†ાપુર ખાતે રહે છે અને ખાનગી કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે નોકરી કરે છે. કેટલાંક સમય અગાઉ ઓનલાઈન ડેટીંગ કરવા માટે સર્ચ કરતાં એક વેબસાઈટ મળી હતી.
જેનાં ઉપર સંપર્ક કરતાં ડીમ્પી નામની યુવતી તથા તેનાં મેનેજરે સમગ્ર પ્રોસેસ સમજાવી મેમ્બર બનવા જણાવ્યું હતું. બાદમાં સર્વિસ આપવાનાં બહાને ટુકડે ટુકડે કુલ રૂ.૪.૩૦ લાખથી વધુ પડાવ્યા હતાં.
જા કે તેને કોઈ સર્વિસ આપી ન હતી. ઉપરાંત વધુ રૂપિયા માંગતા પ્રમિતે ઈન્કાર કર્યાે હતો. જેથી બંને શખ્સોએ તેનું આઈડી અન્ય વેબસાઈટો પર અપલોડ કરવાની ધમકીઓ આપતાં તે ગભરાયો હતો. બાદમાં પોલીસનો સંપર્ક કરતાં વ†ાપુર પોલીસે હવે આ અંગે તપાસ શરૂ કરી છે.