Western Times News

Gujarati News

ઓનલાઈન બુકીંગના કારણે દૈનિક ૧પટકા વેક્સિનનો થઈ રહેલ બગાડ

Files Photo

૧૮ થી ૪૪ વય જુથમાં રોજ ૧પટકા બુકીંગ રદ થાય છે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોના રસીકરણની પ્રક્રિયા પુરજાેશથી ચાલી રહી છે. રાજય સરકારે ૧૮ થી ૪૪ વય જુથ માટે વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેકસીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝમાં નોંધપાત્ર વધારો થયો છે. જાેકે, રસીકરણ માટે ઓનલાઈન બુકીંગ થવાના કારણે દૈનિક બુક થતા સ્લોટ પૈકી ૧પ ટકા વેકસીનનો બગાડ થઈ રહયો છે. જયારે ર૯મે થી ૦૪ જુન સમયગાળા કરતા ૦પ જુનથી ૧૧ જુનના સપ્તાહ દરમ્યાન રસીકરણની પ્રક્રિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

રાજય સરકારે ૧લી મે થી ૧૮ થી ૪૪ વય જુથ માટે વેકસીનની શરૂઆત કરી હતી પ્રાથમિક તબક્કે મુખ્ય શહેરોમાં ૧૮ થી ૪૪ વય જુથને વેકસીન આપવામાં આવતી હતી. વેકસીન માટે ઓનલાઈન બુકીંગ ફરજીયાત રાખવામાં આવ્યુ છે જેના કારણે નાગરીકોને ભારે હાલાકી થઈ રહી છે વેકસીનના સ્લોટ ક્યારે ખુલે છે ? અને ક્યારે બંધ થાય છે ? તેનાથી મોટાભાગના નાગરીકો અજાણ છે.

મ્યુનિ. તંત્રના સુત્રોએ જણાવ્યા મુજબ ૧૮ થી ૪૪ વય જુથ માટે દૈનિક ૩ર હજાર સ્લોટ ખુલ્લા મુકવામાં આવે છે જેની સામે એવરેજ ર૯,પ૦૦ ના બુકીંગ થાય છે પરંતુ તે પૈકી અંદાજે ૧પ ટકા નાગરીકો બુકીંગ કરાવ્યા બાદ વેકસીન માટે આવતા નથી. કોરોના વેકસીનની એક વાયલમાં દસ રસી હોય છે. રસીનું વાયલ તોડ્યા બાદ તેનો પૂર્ણ વપરાશ ન થાય તો તેને ફેકી દેવાની ફરજ પડે છે. ઓનલાઈન બુકીંગમાં દૈનિક સરેરાશ ૧પ ટકા બુકીંગ કેન્સલ થતા હોય છે. આવા સંજાેગોમાં વેકસીન વેસ્ટેજ જાય છે આ રીતે દૈનિક ત્રણથી ચાર હજાર વેકસીનનો બગાડ થઈ રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા સપ્તાહ દરમ્યાન (૦પ થી ૧૧ જુન) સુધી ૧,૭૭,૪૯૯ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા હતા જે પૈકી ૧૮ થી ૪૪ વય જુથમાં ૧,૪૯,૮૪૯ ડોઝ લગાવવામાં આવ્યા હતા જેની દૈનિક સરેરાશ ર૧૪૦૭ ડોઝ આવે છે. જયારે ઓનલાઈન ર૯પ૦૦ સ્લોટના બુકીંગ થયા હતા. આમ છેલ્લા સપ્તાહમાં જ દૈનિક ૮૦૯૩ વેકસીન સ્લોટ કેન્સલ થયા હતા તેમજ તેના કારણે વેકસીનનો બગાડ થયો હશે તેમ માનવામાં આવે છે.

શહેરમાં વેકસીનના રર,૬૯,૪૪૪ ડોઝ લગાવવામાં આવ્યા છે. જે પૈકી ૧૮૪ર૯૭૦ પ્રથમ અને ૪,ર૬૪પ૦ નાગરીકોએ બંને ડોઝ લગાવ્યા છે. જેમાં ૧૮ થી ૪૪ વય જુથમાં ૯૪૮ર૦૩, ૪પ થી ૬૦ ના જુથમાં પ,૧૮,૧પ૧ તેમજ ૬૦ કે તેથી વયમાં ૩,૭૬,ર૧૪ નાગરીકોએ વેકસીન લીધી છે. જાણકારોના મંતવ્ય મુજબ ઓનલાઈન બુકીંગ રદ થાય તેવા સંજાેગોમાં સ્પોટ રજીસ્ટ્રેશન કરી રજીસ્ટ્રેશન કરવામાં આવે તો નાગરિકોને ફાયદો થશે સાથે સાથે રસીનો બગાડ થતો પણ અટકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.