Western Times News

Gujarati News

ઓનલાઈન મળેલા યુવાને યુવતી સાથે સંબંધો બાંધ્યા બાદ લગ્નનો ઈન્કાર કર્યો

અમદાવાદ: ઓનલાઈન મેરેજ સાઈટ ઉપર મળ્યા બાદ સોશીયલ સાઈટનાં માધ્યમથી પાગરેલો પ્રેમ મળવા સુધી પહોચ્યા બાદ વિકૃત યુવાન યુવતીને લગ્ન કરવાના વચન આપીને જબરદસ્તી કરતા યુવતીએ વારવાર ન કહી હતી તેમ છતા બળજબરીથી સંબંધ બાધ્યા બાદ યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવાન વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે.

સીમાબેન (નામ બદલ્યુ છે) ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને ઉસ્માનપુરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે ૩૦ વર્ષીય યુવતીએ શાદી ડોટ કોમ પર પોતાની વિગતો નાખ્યા બાદ અભિષેક નામનો યુવાન તેને પસદ આવ્યો હોત અને તેનો સંપર્ક રાખ્યા બાદ સોશીયલ મીડીયાની શરૂ થયેલી વાતચીત મુલાકાતો સુધી પહોચી હતી. દરમિયાન સીમાએ અભિષેક જા પોતાની સાથે લગ્ન કરે તો જ આગળ વધવા માગે છે તેવું સ્પષ્ટ જણાવતા તેણે લગ્ન કરવાનુ વચન આપ્યુ હતુ.

ત્યારબાદ અભિષેક સીમાને અલગ અલગ હોટેલોમાં લઈ ગયો હતો અને ેવારંવાર લગ્નનું બહાનું કરી તેની સાથે સંબંધને બાધવાનો પ્રયત્ન કર્યો હોત જા કે યુવતીએ મકકમ રહીને તેને ના પાડી હતી. જેથી અભિષેક યુકિત પૂર્વક તેને પોતાનો જન્મ દિવસ હોવાનુ કહીને હોટેલમાં લઈ ગયો હતો.

જ્યાં સીમાની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાધ્યા હતા, બાદમાં પોતાની ઘરે પ્રસગ હોઈ તેમા સીમાને તેના માતા પિતા સાથે બોલાવી પોતાના પરીવાર સાથી બનાવવાનું વચન આપ્યુ હતુ. જા કે અભિષેક વચન ન પાળતા સીમાએ સમગ્ર ઘટના પોતાના પરીવારને જણાવતાં તેમણે અભિષેક મળવા બોલાવ્યો હતો.

જેણે તેણે પોતાને સીમા પ્રત્યે કોઈ લાગણી ન હોવાનું કહેતા સીમાએ પોલીસ કેસની ધમકી આપતા અભિષેકે ગભરાઈને થોડો સમય માગ્યો હતો. જાકે ઘણા સમય બાદ પણ અભિષેક લગ્નનો ઈન્કાર કરતા છેવટે સીમા ચાંદખેડા પોલીસ સ્ટેશને પહાંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.