ઓપિનિયન પોલમાં ભાજપ TMCને હંફાવે એવા સંકેત

નવી દિલ્હી, પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે પરંતુ સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની ચૂંટણીની છે. મતદાનના પ્રથમ તબક્કા પહેલા એવા સમાચાર આવ્યા છે જેથી ભાજપના નેતાઓની અપેક્ષાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. ઓપિનિયન પોલમાં અત્યાર સુધી પછડાતું ભાજપ હવે ટીએમસીની બરાબરી પર પહોંચ્યું છે.
એવું ત્યારે જાેવા મળી રહ્યું છે જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન પણ થયું નથી. જણાવી દઈએ કે, બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી છે અને ભાજપની બેઠકો ઓપિનિયન પોલમાં વધતી જાેવા મળી રહી છે. મમતા બેનર્જી અને ડાબેરીઓ દ્વારા આઠ તબક્કામાં મતદાન અંગે પહેલાથી જ પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા.
ચૂંટણી નિષ્ણાતો પણ આ વાત માને છે કે, જ્યારે ચૂંટણીઓ વધુ તબક્કામાં હોય ત્યારે રાજકીય પક્ષોને તે મુજબ તેમની વ્યૂહરચનાની યોજવાની તક મળે છે. આમાં કેટલીકવાર રાજકીય પક્ષો વિવિધ પ્રદેશો અનુસાર વ્યૂહરચના બનાવે છે. અત્યારે ઓપિનિયન પોલ્સના વલણથી ભાજપને ફાયદો થાય તેમ લાગી રહ્યું છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા પહેલા આવેલા એબીપી-સીએનએક્સ ઓપિનિયમ પોલમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કરની આગાહી કરવામાં આવી છે.