ઓપો, શાઓમીની ઓફિસો પર આવકવેરા વિભાગના દેશવ્યાપી દરોડા

નવી દિલ્હી, દેશમાં મોજૂદ ચીનની મોબાઈલ કંપનીઓ પર આવક વેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. મોબાઈલ કંપનીઓની ઓફિસોમાં દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.દરોડાની કાર્યવાહી આજે સવારે નવ વાગ્યાથી શરુ કરવામાં આવી છે.જે શહેરોમાં કાર્યવાહી ચાલી રહી છે તેમાં દિલ્હી, નોએડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદ્રાબાદ સહિતના શહેરોનો સમાવેશ થાય છે.
આ પહેલા ગઈકાલે એવા અહેવાલ સામે આવ્યા હતા કે, પાડોશી દેશ નેપાળે પણ કેટલીક ચીનની કંપનીઓને બ્લેક લિસ્ટ કરી દીધી છે. મોબાઈલ કંપની ઓપો અને શાઓમી સામે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ઓપો ગ્રૂપ સાથે જોડાયેલા ઘણા સિનિયર અધિકારી, ડાયરેકટરોની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ભારતમાં ચીનની મોબાઈલ કંપનીઓએ લગભગ 50 ટકા સ્માર્ટ ફોન માર્કેટ કબ્જે કરેલુ છે.શાઓમી કંપની ભારતના માર્કેટમાં વેચાણની રીતે પહેલા ક્રમે છે ત્યારે આવકવેરા વિભાગની કાર્યવાહીએ ખળભળાટ મચાવ્યો છે.