ઓપ્પોએ પોર્ટ્રેટ વીડિયો ફીચર સાથે રેનો6 પ્રો 5G અને રેનો6 5G લોન્ચ કર્યા
રેનો6 સીરિઝમાં ઉદ્યોગમાં સૌપ્રથમ બોકેહ ફ્લેર પોર્ટ્રેટ વીડિયો ફીચર
- ઉદ્યોગમાં અગ્રણી રેનો ગ્લો ડિઝાઇન દ્વારા આકર્ષક લૂક
- લેટેસ્ટ પાવરફૂલ મીડિયાટેક ડાઇમેન્સિટી 1200 અને ભારતમાં પ્રથમ 900 ચિપસેટ
- ઓપ્પો એન્કોX નવા કલરમાં પ્રસ્તુત
નવી દિલ્હી, સ્માર્ટફોન વીડિયોગ્રાફીનો માપદંડ વધારીને આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પોએ આજે નવા બ્લૂ કલર વેરિઅન્ટમાં એન્કો X ટ્રુ વાયરલેસ નોઇઝ કેન્સલિંગ ઇયરફોન્સ સાથે એની આતુરતાપૂર્વક રાહ જોવાતી રેનો સીરિઝ ઓપ્પો રેનો6 પ્રો 5G અને નો6 5G લોંચ કરવાની જાહેરાત કરી હતી. 5G સુપરફોન – રેનો6 પ્રો 5G મેઇનલાઇન રિટેલર્સ અને ફ્લિપકાર્ટ પરરૂ. 39,990અને રેનો6 5G ફ્લિપકાર્ટ પરરૂ. 29,990માં ઉપલબ્ધ થશે.
ઓપ્પો રેનો સીરિઝમાં ઉદ્યોગમાં સૌપ્રથમ ઇનોવેશન પ્રસ્તુત કરવાની પરંપરાને આગળ વધારીને રેનો6 સીરિઝ ઉદ્યોગમાં સૌપ્રથમ બોકેહ ફ્લેર પોર્ટ્રેટ વીડિયો, ઉદ્યોગમાં અગ્રણી રેનો ગ્લો ડિઝાઇન અને એઆઈ હાઇલાઇટ વીડિયો સાથે સજ્જ છે, જે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે. આ ઉપરાંત ફ્લેગશિપ સ્તરનું પર્ફોર્મન્સ આપવા રેનો6 સીરિઝ પાવરફૂલ ચિપસેટ રેનો6 પ્રો 5Gમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 1200અને રેનો65Gમાંમીડિયાટેક ડાઇમેન્સિટી 900 ધરાવે છે, જે મીડિયાટેક ડાઇમેન્સિટી 900 ચિપસેટ ધરાવતો ભારતનો પ્રથમ સ્માર્ટફોન છે.
65W સુપરVOOC ફ્લેશ ચાર્જિંગ, કલર OS 11.3, સ્લિમ ડિઝાઇન જેવી અન્ય પથપ્રદર્શક ખાસિયતો સાથે ઓપ્પો રેનો6 સીરિઝ ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ મેળવવા સક્ષમ બનાવશે.
આ પોર્ટ્રેટ્સમાં સિનેમેટિક બોકેહ ફ્લેર ઇફેક્ટ પ્રદાન કરવા પ્રોફેશનલ ગ્રેડનો વીડિયો અનુભવ પણ પ્રદાન કરશે.
રેનો6 સીરિઝના લોંચ પર ઓપ્પો ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર દમ્યંત સિંહ કનોરિયાએ કહ્યું હતું કે, “ઓપ્પોમાં અમારી પ્રોડેક્ટ ડેવલપમેન્ટ અને વિકાસલક્ષી પહેલોનું હાર્દ ટેકનોલોજી સાથે સંબંધિત ઇનોવેશન છે એટલે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઇનોવેશન સાથે ઓલ–રાઉન્ડર સ્માર્ટફોન પ્રદાન કરવા હંમેશા કટિબદ્ધ છીએ. વર્તમાન ગ્રાહકો શ્રેષ્ઠ ઇમેજિંગ ક્ષમતા, આકર્ષક ડિઝાઇન, પાવરફૂલ પર્ફોર્મન્સ અને વિશિષ્ટ અનુભવ મેળવવા આતુર છે. આ માગ પૂર્ણ કરવા અમે અમારી આતુરતાપૂર્વક રાહ જોવાતી રેનો6 સીરિઝ પ્રસ્તુત કરી છે, જે ઉત્સાહ સાથે ડિઝાઇન કરેલી છે. 5G સુપરફોન યુઝર્સને પોર્ટ્રેટમાં તેમની લાગણીઓ કેદ કરવા સક્ષમ બનાવશે, જેમાં તેમને પ્રોફેશનલ સ્તરનો શ્રેષ્ઠ અનુભવ મળશે. ઓપ્પો રેનો6 સીરિઝ ખરાં અર્થમાં ભવિષ્યનો સ્માર્ટફોન છે!”
આ લોંચ પર ફ્લિપકાર્ટના મોબાઇલ્સના બિઝનેસ હેડ આરિફ મોહમ્મદે કહ્યું હતું કે, “ફ્લિપકાર્ટમાં અમે અમારા ઉપભોક્તાઓને લેટેસ્ટ ટેકનોલોજી અને શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવા કટિબદ્ધ છીએ. ઓપ્પો રિનો6 પ્રો 5G અને ઓપ્પો રિનો રિનો6 5Gની પ્રસ્તુત આ વિઝનને સુસંગત છે. ગ્રાહકો ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ પ્લાન મારફતે ઓપ્પો રિનો6 5G અપગ્રેડ કરી શકે છે, જેમાં તેમણે ફોનના ફક્ત 70 ટકા ખર્ચને ચુકવવાની જરૂર પડશે. ઉપભોક્તાઓને તેમના સ્માર્ટફોન્સ અપગ્રેડ કરવાની આ સ્માર્ટ અને વાજબી રીત છે, જેથી તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં કિંમત અવરોધક પરિબળ નહીં બને.”
વીડિયોગ્રાફી નિષ્ણાત સાથે પોર્ટ્રેટમાં લાગણીઓ કેદ કરવી
છેલ્લાં થોડાં વર્ષોમાં વીડિયોનો ઉપયોગ અને રચનામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓપ્પો રેનો સીરિઝ અત્યારે દુનિયાભરમાં દર મહિને 70 મિલિયનથી વધારે યુઝર્સને સેવા આપે છે, જેઓ સરેરાશ 2 અબજથી વધારે ફોટો લે છે અને વીડિયો દ્વારા 200 મિલિયનથી વધારે સ્મરણોને કેદ કરે છે. ઉદ્યોગમાં પ્રથમ ખાસિયતો પ્રસ્તુત કરીને શ્રેષ્ઠ ઇનોવેશનના ઓપ્પોના વારસાને સુસંગત રેનો6 સીરિઝ તમારા ખિસ્સામાં સ્ટુડિયો જેવો અસાધારણ વીડિયો અનુભવ પ્રદાન કરવા એઆઈ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે!
રેનો6 પ્રો 5Gઅને રેનો65Gપાવરફૂલ રિઅર એઆઈ64MP ક્વેડ–કેમેરા અને32MP ફ્રન્ટકેમેરા ધરાવે છે. ઉપરાંત ડિવાઇઝ કલર ટેમ્પરેચર સેન્સર ધરાવે છે, જે વધારે સચોટ રીતે કલર્સને કેદ કરે છે. આ પાવરફૂલ હાર્ડવેર અને સોફ્ટવેરના પાયા પર રેનો6 પ્રો 5G અને રેનો6 5G શ્રેણીબદ્ધ એઆઈ-સંવર્ધિત પોર્ટ્રેટ વીડિયો ફંક્શન્સ ધરાવે છે, વ્યવસાયિક રીતે ગુણવત્તાયુક્ત વીડિયો પ્રદાન કરે છે.
- ઉદ્યોગમાં સૌપ્રથમ બોકેહ ફ્લેર પોર્ટ્રેટ વીડિયો સ્માર્ટફોન વીડિયો માટે પથપ્રદર્શક પ્રોફેશનલ-ગ્રેડ સિનેમેટિક ગુણવત્તાયુક્ત બોકેહ ઇફેક્ટ પ્રદાન કરે છે. ઓપ્પોના 10 મિલિયનથી વધારે પોર્ટ્રેટ ડેટાસેટ અને એઆઈ અલ્ગોરિધમ સાથે સજ્જ બોકેહ ફ્લેર પોર્ટ્રેટ વીડિયો પોર્ટ્રેટ વીડિયો કેદ કરવા રિયલ-ટાઇમ વીડિયો પ્રોસેસિંગ પ્રદાન કરે છે, જેની સાથે પોર્ટ્રેટ સબ્જેક્ટ્સની સ્વાભાવિકતા અને બ્રાઇટનેસ જાળવે છે. ફ્રન્ટ અને રિઅર એમ બંને કેમેરામાં ઉપલબ્ધ આ વીડિયો સ્ટેબિલાઇઝેશન અને વીડિયો બ્યૂટિફિકેશન ખાસિયતો પણ ધરાવે છે.
- AI હાઇલાઇટ વીડિયોઓટોમોટિક રીતે આસપાસની લાઇટ ડિટેક્ટ કરે છે અને એ મુજબ વીડિયો ઓપ્ટિમાઇઝેશન કરે છે. તમે રાતે શૂટિંગ કરતાં હોય કે દિવસમાં મજબૂત બેકલાઇટમાં શૂટિંગ કરતા હોય, એઆઈ હાઇલાઇટ વીડિયો તમને સ્પષ્ટ, બ્રાઇટ અને વધારે આકર્ષક રંગ ધરાવતો પોર્ટ્રેટ વીડિયો કેદ કરવામાં મદદ કરે છે.
- ફોકસ ટ્રેકિંગસતત ઓટોમેટિક રીતે મુખ્ય સબ્જેક્ટ્સને ઓળખી અને ટ્રેકિંગ કરીને સંવર્ધિત વીડિયો ઓટો-ફોકસિંગ માટે સક્ષમ બનાવે છે.
ફોટોગ્રાફી માટે ફ્લેશ સ્નેપશોટયુઝર્સને મૂવિંગ સબ્જેક્ટ્સને કેદ કરવા કે ઝડપથી ફોટો લેવા સક્ષમ બનાવે છે. ફોન એઆઈ પેલેટ જેવા રચનાત્મક પોસ્ટ-પ્રોડક્શન ટૂલ્સ પણ પ્રદાન કરે છે, જે તમારી ઇમેજને એક ક્લિક સાથે ઓનલાઇન લોકપ્રિય સ્ટાઇલમાં બદલી શકે છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં કોઈ પણ જગ્યાએ એડિટિંગ માટે સોલૂપ–સ્માર્ટ વીડિયો એડિટર સાથે સજ્જ છે, જે પ્રી-લોડેડ ટેમ્પ્લેટ્સ અને લેટેસ્ટ મ્યુઝિક ધરાવે છે.
ઉદ્યોગમાં અગ્રણી ઓપ્પો રેનો ગ્લો સાથે આકર્ષક ડિઝાઇન ખાસિયતો
રેનો6 પ્રો 5Gઅનેરેનો6 5Gને ઉદ્યોગમાં સૌપ્રથમ શ્રેષ્ઠ રચના અને ઓપ્પોની એક્સક્લૂઝિવ રેનો ગ્લો ડિઝાઇન પર ગર્વ છે. રેનો ગ્લો ઇફેક્ટ ઉદ્યોગમાં સૌપ્રથમ એજી (એન્ટિ-ગ્લેર) ગ્લાસ પ્રક્રિયાઓ ધરાવે છે, જે ડિવાઇઝને આકર્ષક લૂક આપે છે. નવી રેનો6 સીરિઝ સ્લિમ છે અને બે આકર્ષક નવા કલર –ઓરોરા અને સ્ટેલર બ્લેકમાં આવે છે.
રેનો ગ્લો અર્થપૂર્ણ ગ્લિટરી ઇફેક્ટ પેદા કરે છે, તો ફિંગરપ્રિન્ટ રેસિસ્ટન્ટ પણ છે. ઉપરાંત નવી ડાયમન્ડ સ્પેક્ટ્રમ પ્રોસેસ સાથે ઓરોરા “સતત-પરિવર્તનશીલ” કલર પેદા કરે છે. આ વિવિધ એંગલથી જોતા જુદાં જુદાં કલરની રેન્જ સાથે ચમકે છે.
ફોન 90Hzરિફ્રેશ રેટ અને 180Hzટચ સેમ્પ્લિંગ રેટ સુધી સાથે 6.5 ઇંચની 3D કર્વ્ડ ડિસ્પ્લે ધરાવે છે, જે એને મુલાયમ બનાવે છે અને સુવિધાજનક વ્યૂઇંગ અનુભવ આપે છે. ડિસ્પ્લે વધારે વિવિધ વિઝ્યુઅલ અનુભવ માટે HDR10+ સર્ટિફાઇડ છે. આ ડિસ્પ્લે સાથે 360-ડિગ્રી લાઇટ–સેન્સિંગ બે એમ્બિયન્ટ લાઇટ સેન્સર્સ સાથે સક્ષમ છે, જે ઓટોબ્રાઇટનેસ એડજસ્ટમેન્ટની સચોટતા વધારે છે, જે વધારે સુવિધાજનક વ્યૂઇંગ અનુભવ આપે છે. ડિસ્પ્લે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વિઝ્યુઅલ કન્ટેન્ટ માટે નેટફ્લિક્સ HD અને એમેઝોન પ્રાઇમ વીડિયોHD/HDRસર્ટિફાઇડ છે. એના અગાઉના ફોનની જેમ ઓપ્પો રેનો6 સીરિઝ ટ્રેન્ડી, પાતળી અને લાઇટવેઇટ ડિઝાઇન ધરાવે છે. ફોનની અંદરની સ્પેસનો અસરકારક ઉપયોગ કરીને આ પેનની થિકનેસને સમકક્ષ અલ્ટ્રા-સ્લિમ બોડી ઓફર કરે છે. ફોન રેનો6 પ્રો 5G માટે ફક્ત 7.6એમએમ થિક અને 177ગ્રામ તથા રેનો6 5G માટે 182 ગ્રામ વજનની સુવિધાજનક સાઇઝ ધરાવે છે.
શ્રેષ્ઠ પાવર–પેક અનુભવ માટે મીડિયાટેક ચિપસેટ્સ
જ્યારે રેનો6 પ્રો 5G મીડિયાટેકની લેટેસ્ટ ફ્લેગશિપ 5G-ઇન્ટિગ્રેટેડ SoCમીડિયાટેક ડાઇમેન્સિટી 1200 ધરાવે છે, ત્યારે ઓપ્પો રેનો6 5G મીડિયાટેકની લેટેસ્ટ 5G-ઇન્ટિગ્રેટેડ SoCમીડિયાટેક ડાઇમેન્સિટી 900 ધરાવતો ભારતનો પ્રથમ ફોન છે.
ડાઇમેન્સિટી 1200 6એનએમ પ્રોસેસર પર નિર્મિત છે, જે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપે છે અને વીજળીનો ઓછો ઉપભોગ કરે છે. આ જટિલ ઇમેજ કમ્પ્યુટિંગ અને હાઇ-ઇન્ટેન્સિટી ટાસ્ક પ્રોસેસિંગની ખાતરી આપે છે. જ્યારે ઓક્ટો-કોર SoCCPU પર્ફોર્મન્સમાં 22 ટકા સુધીનો વધારો આપે છે, ત્યારે અગાઉના મોડલ કરતા 25 ટકા વધારે વીજદક્ષ છે. ઉપરાંત અગાઉની જનરેશન કરતાGPU પર્ફોર્મન્સ 13 ટકા વધારે છે અને એઆઈ પર્ફોર્મન્સ 12.5 ટકા વધારે છે.[1]
જ્યારે 5Gની વાત આવે છે, ત્યારે મીડિયાટેક 900 ચિપસેટ ખરાં અર્થમાં પાવરફૂલ છે, મીડિયાટેકની ઇમેજિંગ 5.0 અને પ્રિમીયમ એઆઈ-કેમેરા એન્હાસમેન્ટ્સ સાથે ગેમિંગ, વીડિયોનો સરળ, સાતત્યપૂર્ણ અને ચિંતામુક્ત અનુભવની ખાતરી આપે છે. રેનો6 30fps પર 32M સાથે 108MP સુધી અને 20+20MP જેવા મલ્ટિ-કેમેરા વિકલ્પો સહિત કેમેરા સપોર્ટ સાથે દરેક બારીક બાબતોને કેદ કરે છે. ચિપસેટ અતિ કાર્યદક્ષ INT8, INT16 સાથે એઆઈ પ્રોસેસિંગ યુનિટને સંકલિત કરે છે તેમજ પ્રીમિયમ અને અતિ સચોટ એઆઈ-કેમેરા પરિણામો આપવા સચોટ FP16 ક્ષમતાઓ ધરાવે છે.
રેનો6 પ્રો 5G 12GBની RAM અને 256GB ROM ધરાવે છે, જે સંયુક્તપણે ઓપ્પોએ પોતે વિકસાવેલી RAM એક્ષ્પાનશન ટેકનોલોજી સાથે સજ્જ છે. રેનો6 5G યુઝર્સને 8GB RAM અને 128GB સ્ટોરેજ સાથે RAM એક્ષ્પાનશન ટેકનોલોજી સાથે સજ્જ છે. જ્યારે ફિચર બદલવામાં આવે છે, ત્યારે કેટલીક ઉપલબ્ધ ROM સ્ટોરેજ RAM સ્પેસમાં પરિવર્તિત થાય છે.
ડિવાઇઝ મોટી 4500mAhઅને 4300mAhબેટરી અને 65WસુપરVOOC 2.0ધરાવે છે, જે રેનો6 પ્રો 5G અને રેનો6 5G માટે અનુક્રમે આશરે 31 મિનિટ અને 23 મિનિટમાં 100 ટકા ચાર્જિંગ હાંસલ કરી શકે છે, જે ફક્ત 5 મિનિટના ચાર્જિંગ સાથે 4 કલાક સુધીનું વીડિયો પ્લેબેક પ્રદાન કરે છે. સુપર-પાવર સેવિંગ મોડની મદદ સાથે ઓપ્પો રેનો6 પ્રો 5G ફક્ત 5 ટકાના બેટરી ચાર્જિંગ સાથે 1.5 કલાકથી વધારે વ્હોટ્સએપ ટેક્સ્ટ ચેટિંગને સપોર્ટ પણ કરી શકે છે – એનો અર્થ એ છે કે, તમારે જરૂરિયાતની સ્થિતિમાં બેટરીની ચિંતા કરવાની જરૂર નહીં રહે.
ફોન X-એક્સિસ લિનીયર મોટર અને ક્વિક સ્ટાર્ટઅપ અને ગેમ ફોકસ મોડ જેવી કસ્ટમાઇઝ ગેમિંગ ખાસિયતો પણ ધરાવે છે અને રેનો 6 5Gહાયપરબૂસ્ટ 4.0 સાથે પણ સજ્જ છે.
ડોલ્બી સાથે તમારી મનોરંજન સુવિધાઓમાં ક્રાંતિ
રેનો6 સીરિઝ ડોલ્બી એટમોસ સાથે સજ્જ છે – જે મનોરંજનનો પ્રીમિયમ અને શ્રેષ્ઠ અનુભવ આપે છે, જેનાથી તમે તમારી મનપસંદ ફિલ્મો, શો, મ્યુઝિક, સ્પોર્ટ્સ અને ગેમ્સ સાથે વધારે જોડાણ અનુભવો છો. જ્યારે સ્ટીરિયોમાં રેકોર્ડ થયેલો અવાજ ડાબી અને જમણી ચેનલ પૂરતો મર્યાદિત છે, ત્યારે ડોલ્બી એટમોસમાં મિક્સ સાઉન્ડ ચેનલ્સથી ફ્રી છે. ડોલ્બી એટમોસ મ્યુઝિક તમને કલાકારના વિઝન સાથે જોડે છે, જેથી તમે રચનાકાર જેવી લાગણી અનુભવી શકો છો.
યુઝરને અનુકૂળ કલરOS 11.3 પર સરળતા સાથે કામગીરી
સમૃદ્ધ યુઆઈ કસ્ટમાઇઝેશન સાથે ઓપ્પોની કલરOS 11.3અસરકારક, સુવિધાજનક અને સરળ અનુભવ માટે પાયો નાંખે છે. ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરવા શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરવા સિસ્ટમ-સ્તરે ઓપ્ટિમાઇઝેશનનો સેટ સિસ્ટમ બૂસ્ટર ડિઝાઇન કરવામાં આવ્યો છે. ઉપરાંત ફ્લેક્સડ્રોપ, પ્રાઇવસી મોડ અને થ્રી-ફિંગર ટ્રાન્સલેટ વિથ ગૂગલલેન્સ જેવી ઇનોવેટિવ ખાસિયતો ઉત્પાદકતામાં વધારો કરે છે. આ સ્માર્ટફોન પર ડેટા પ્રોટેક્શન આઇએસઓ, પ્રાઇવસી અને ટ્રસ્ટઆર્ક સહિત થર્ડ-પાર્ટી કંપનીઓ દ્વાર પણ સર્ટિફાઇડ છે. સમૃદ્ધ અનુભવ માટે ઓ રિલેક્સ ફીચર સાથે લોડેડ છે, જે યુઝર્સને ચિંતામુક્ત રહેવા અને આંતરિક શાંતિ મેળવવામાં મદદ કરવા પ્રકૃતિ સાથે જોડાયેલા વિવિધ સાઉન્ડ ધરાવે છે.
રેનો6 પ્રો 5G અને રેનો6 5G કિંમત, ઉપલબ્ધતા, ઓફર
જ્યારે રેનો6 પ્રો 5G 12GB + 256GB (RAM+ROM)માંફ્લિપકાર્ટ અને તમામ મુખ્ય રિટેલર્સ પાસે રૂ. 39,990માંઉપલબ્ધ થશે, ત્યારે રેનો6 5G 8GB + 128GB(RAM+ROM)માંરૂ. 29,990માં ફ્લિપકાર્ટ પર વિશેષ રીતે ઉપલબ્ધ થશે. ગ્રાહકોને બંને ડિવાઇઝ 20 જુલાઈ, 2021થી મળવાનું શરૂ થશે.
ઓપ્પો રેનો6 સીરિઝ આકર્ષક સ્કીમ્સ અને ઓફર સાથે ઉપલબ્ધ થશે. 30 જુલાઈ, 2021 સુધી એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઈ બેંક અને કોટક બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર રૂ. 4,000નું કેશબેક મળશે. ગ્રાહકો બજાજ ફિનસર્વ સાથે લાંબા ગાળાની ઇએમઆઇ યોજનાનો લાભ લઈને ચુકવણી કરશે, ત્યારે 15 ટકા ઇન્સ્ટન્ટ કેશબેકનો લાભ લઈ શકે છે, જે મહત્તમ રૂ. 4,000 સુધી મળશે. વળી આઇડીએફસી ફર્સ્ટ બેંકના ગ્રાહકને વન ઇએમઆઇનું કેશબેક મળી શકે છે. એટલું જ નહીં ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ તમામ અગ્રણી બેંકોમાં પણ ઉપલબ્ધ છે.
રેનો6 સીરિઝની ખરીદી સાથે રૂ. 3000 સુધીનું એક્સચેન્જ બોનસ 30 જુલાઈ, 2021 સુધી ઉપલબ્ધ છે, જેમાં ઓપ્પોના વફાદાર યુઝર માટે જ 180 દિવસ માટે સંપૂર્ણ ડેમેજ પ્રોટેક્શન, 80 ટકા એશ્યોર્ડ પેબેક અને અન્ય આકર્ષક ઓફર સાથે ઓપ્પો પ્રીમિયમ સર્વિસ સુલભ થશે. ઉપરાંત 3 દિવસ દરરોજ 1 કલાક માટે રેનો6 5Gપર પ્રીમિયમ ફ્લિપકાર્ટ સ્પેશ્યલ લાઇવ કોમર્સ ઓફર ઉપલબ્ધ છે. ગ્રાહકોને રૂ. 1000ના ફ્લિપકાર્ટ સુપરકોઇન્સ મળશે, જેને રીડિમ કરી શકાશે. વધારે વિગત મેળવવા અધિકૃત વેબસાઇટ કે નજીકના સ્ટોરની મુલાકાત લો.
IOT ઓફર
ઓપ્પો વોચ હવે લેટેસ્ટ સોફ્ટવેર વર્ઝન સાથે આવશે, જે 10 નવા વોચ ફેસ પ્રદાન કરશે, જેમાં એક ફેસ રેનો6 સીરિઝની ડિઝાઇન લેંગ્વેજને પ્રતિબિંબિત કરશે. ઓપ્પો વોચ અને સ્માર્ટફોન વચ્ચેનું સંકલન વધ્યું છે. એલાર્મ ક્લોકની સંવર્ધિત કામગીરી અને “ફાઇન્ડ યોર વોચ” ફંક્શન ફક્ત બે ઉદાહરણ છે. આઇઓટી ઉત્પાદનો સાથે સ્માર્ટફોનની સંકલિત ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા ઓપ્પોની સતત પ્રતિબદ્ધતા વધશે.
રેનો6 સીરિઝ સાથે ઓપ્પોએ નવી ખાસિયતો સાથે એન્કોXના નવા બ્લૂ કલરની જાહેરાત પણ કરી છે, જેમાં “ડાયનોડિયો સિમ્પલ એન્ડ ક્લીઅર” ટ્યુનિંગ સામેલ છે, જે ઊંચી ફ્રીક્વન્સીને વધારે છે અને સંગીતમાં રહેલી લાગણીને પ્રસ્તુત કરે છે, ત્યારે “ડાયનોડિયો વોર્મ એન્ડ સોફ્ટ” સંગીતને હળવું અને કર્ણપ્રિય બનાવે છે.
આજથી 7 દિવસ માટે કિંમતમાં રૂ. 1,000નો ઘટાડો પણ થશે. એન્કોX હવે રૂ. 8990માં ઉપલબ્ધ થશે. ઓપ્પો વોચ પર રૂ. 2000નું ડિસ્કાઉન્ટ મળશે. વોચ 46એમએમ રૂ. 17990માં અને વોચ 41એમએમ રૂ. 12990માં ઉપલબ્ધ થશે. ઓપ્પો રેનો6 પ્રો 5Gની ખરીદી સાથે ઓપ્પો એન્કો W31 પર વધુ રૂ. 1500નું ડિસ્કાઉન્ટ મળશે.
[1]મીડિયાટેક ઓફિશિયલમાંથી પ્રાપ્ત ડેટા. આ ડેટા ડાઇમેન્સિટી 1200 અને ડાઇમેન્સિટી 100+ વચ્ચે સરખામણી પ્રદાન કરશે.