ઓપ્પોએ સ્ટાઇલિશ A31ના લોન્ચ સાથે પોતાની લોકપ્રિય એ-સીરીઝનું વિસ્તરણ કર્યુ
Specifications | OPPO A31 |
Core Hardware | RAM: 4GB | 6GB |
ROM: 64GB | 128GB | |
Rear Triple Camera | 12 MP Main camera + 2 MP depth camera+2 MP macro lens |
Front Camera | 8MP |
Appearance
|
Weight: 180g |
Thickness:8.3 mm | |
Screen | 6.5-inch waterdrop notch, 1600×720 (HD+), 20:9 Aspect ratio |
Processor | MediaTek P35 Octa-core processor |
3-Card Slot can support up to 256GB | |
OS | ColorOS 6.1 .2 based on Android 9 |
Battery | 4230 mAh |
Color | Mystery Black, Fantasy White |
ભારત, 29 ફેબ્રુઆરી, 2020 – વૈશ્વિક સ્તરે અગ્રણી સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ ઓપ્પોએ ભારતમાં પોતાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તારતા નવો સ્માર્ટફોન ઓપ્પો એ31 લોન્ચ કર્યો છે. 4જીબી+64જીબી વેરિઅન્ટ માટે રૂ. 11,490 અને 6જીબી+128જીબી વેરિઅન્ટ માટે રૂ. 13,990ની કિંમત ધરાવતો ઓપ્પો એ31 પોતાની લાઇટવેઇટ ડિઝાઇન અને બેજોડ વિશેષતાઓ સાથે ગ્રાહકોને અદ્ભુત અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
યુઝર્સને પોતાના પ્રાઇઝ સેગમેન્ટમાં ઉત્તમ સ્માર્ટફોનનો અનુભવ પૂરો પાડવા માટે ઓપ્પો એ31 4જીબી+64જીબી અને 6જીબી+128જીબીનો મજબૂત કોમ્બિનેશન ધરાવે છે તથા તે 256 જીબી સુધી એક્સપાન્ડેબલ પણ છે. આ સ્માર્ટફોન 12એમપી ટ્રિપલ રિયર કેમેરા સેટ-અપ (મેક્રો અને પોટ્રેટ મોડ) અને 8 એમપી ફ્રન્ટ કેમેરાથી સજ્જ છે, જેનાથી પિક્ચર-પરફેક્ટ સેલ્ફી કેપ્ચર કરી શકાય છે. ઓપ્પો એ31ની લાઇટવેઇટ બોડી પાવરફુલ 4230 એમએએચ બેટરીથી સજ્જ છે, જે લાંબી બેટરી આવરદા પ્રદાન કરે છે. ઓપ્પો એ31 કલરઓએસ 6.1.2 આધારિત છે તથા ગ્રાહકોને દરરોજ સરળ અને અનુકૂળ અનુભવ પૂરો પાડે છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ3 સાથે ઓપ્પો એ31 વિશિષ્ટ રીતે લાઇટવેઇટ પાવરહાઉસ સ્માર્ટફોન છે.