ઓપ્પો 5000mAh બેટરી સાથે સૌથી પાતળો સ્માર્ટફોન F19 લોન્ચ કરશે
ઝકીર ખાન સાથે સૌથી ફાસ્ટ લોંચ ઇવેન્ટ* સાથે 6 એપ્રિલના રોજ લોંચ કરશે
અતિ લોકપ્રિય F સીરિઝના સ્લીક ડિઝાઇન અને લાઇટ વેઇટના વારસાને આગળ વધારીને અગ્રણી આંતરરાષ્ટ્રીય સ્માર્ટ ડિવાઇઝ બ્રાન્ડ ઓપ્પો સંપૂર્ણપણે નવા ઓપ્પો F19ને પ્રસ્તુત કરવા સજ્જ છે, જે 5000mAhની બેટરી સાથે સૌથી સ્લીક** સ્માર્ટફોન છે.
ઓપ્પો પ્રોડક્ટની સાથે સાથે લોંચ ઇવેન્ટની દ્રષ્ટિએ પણ ઇનોવેશન કરવા સતત આતુર રહે છે, જે એના લક્ષિત યુવા વર્ગ અને ઓપ્પોની યૂથફૂલ બ્રાન્ડના સિદ્ધાંતનું પ્રતિબિંબ હોય છે. F19 લોંચ F સીરિઝના ‘સ્પિરિટ ઓફ ફ્લૉન્ટ’ના પ્રતિબિંબને વ્યક્ત કરવાનું જાળવી રાખશે. આજના ઉપભોક્તાની ઝડપી જીવનશૈલીને સુસંગત અને F19ની સુપર સ્લીક અને ઝડપી ખાસિયતો પ્રદર્શિત કરવા ઓપ્પો 6 એપ્રિલ, 2021ના રોજ પ્રસિદ્ધ સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝકીર ખાન સાથે ફાસ્ટેસ્ટ લોંચ ઇવેન્ટ* યોજશે.
ઓપ્પોની F સીરિઝે ગ્રાહકો માટે સ્લીક સ્માર્ટફોન પ્રદાન કરવાની પરંપરા જાળવી રાખી છે, જે ઉપયોગ કરવામાં સરળ છે. ઓપ્પો F19 ટ્રેન્ડી અને સ્માર્ટફોનની ઇચ્છા ધરાવતા યુવાનો માટે બનાવવામાં આવ્યો છે, જે તેમની જીવનશૈલીમાં પૂરક બનવાની સાથે એમાં વધારો કરશે. ઓપ્પો F19ની બેટરી લાઇફ 5000mAh છે, જેની સાથે 33W ફ્લેશ ચાર્જ સામેલ છે તથા ઓલ-ડે આઇ કેર સાથે ઉત્કૃષ્ટ એમોલેડ FHD+ પંચ-હોલ ડિસ્પ્લે ધરાવે છે, જેને સ્લીક બોડીમાં ફિટ કરવામાં મોટા ભાગની સ્માર્ટફોન કંપનીને સફળતા મળી નથી.
જ્યારે ફ્લેશ ચાર્જિંગ સોલ્યુશનની વાત આવે છે, ત્યારે ઓપ્પો ઉદ્યોગમાં લીડર છે તથા એની લેટેસ્ટ પ્રોડક્ટ ઓપ્પો F19 એને અનુરૂપ છે. આ એના પ્રાઇસ સેગમેન્ટમાં ફાસ્ટ ચાર્જિંગ સોલ્યુશનને નવેસરથી પરિભાષિત કરશે. 33W ફ્લેશ ચાર્જ સાથે આ 11V3A સોલ્યુશન પર ચાલે છે અને ફક્ત 72 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જાય છે.
અથવા તમે ફક્ત 30 મિનિટમાં તમારા ફોનને 54 ટકા સુધી ચાર્જ કરી શકો છો. પણ જો તમારી પાસે થોડી મિનિટ જ હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. 5 મિનિટમાં તમે 5 કલાકના કોલિંગની સુવિધા, 2 કલાક યુટ્યુબ યુઝની સુવિધાનો લાભ લઈ શકો છો. ઓપ્પો F19 સ્પોર્ટ્સ જેવી બેટરી લાઇફ ધરાવે છે,
જેથી તમારે ફોન સ્વિચ ઓફ થવાની ચિંતા કરવાની જરૂર નથી અને સુપર-ફાસ્ટ ચાર્જિંગ એટલે ઓછા સમયમાં લાંબો સમય ફોન ચાલુ રહેવાની સુવિધા. ઓપ્પો F19 ફાસ્ટ ચાર્જ ટેકનોલોજી સાથે તમારા ફોનને આખો દિવસ ચાર્જ રાખે છે, જે ઝડપ સાથે તમારી આગેકૂચને જાળવી રાખશે. 5000mAh સાથે ઓપ્પો F19 આખો દિવસ ચાલે એટલી બેટરી લાઇફ પ્રદાન કરે છે અને જ્યારે તમને પાવર પૂર્ણ થવાની નજીક છે એની જાણ થાય છે, ત્યારે તમે ઝડપથી ચાર્જ કરી શકશો.
ઉપરાંત તમારે ઓછા સમયમાં ચાર્જિંક કરી શકશો અને તમારી રોજિંદા જીવનશૈલીને વધારે માણી શકશો. ચોક્કસ, દિવસના અંતે જો તમારો ફોનની બેટરી પૂર્ણ થવાની નજીક હોય, તો ઓપ્પો F19થી તમે બેક અપ મેળવશો અને એ પણ અતિ ઓછા સમયમાં.
F સીરિઝના દરેક જનરેશન ફોન મિડ-રેન્જના સ્માર્ટફોનમાં ગ્રાહકોની અપેક્ષા પર ખરાં ઉતર્યા છે અને નવા માપદંડો સ્થાપિત કર્યા છે. F સીરિઝ ભારતમાં લાંબા સમયથી ગ્રાહકોની મનપસંદ સીરિઝ બની ગઈ છે. F સીરિઝના પ્રથમ મોડલે જ વધારે ગ્રાહકોને સૌથી ટ્રેન્ડી ટેકનોલોજી આપવાની કટિબદ્ધતા પ્રદર્શિત કરી હતી.
F સીરિઝ સાથે ઓપ્પો ટેકનોલોજીને વધારે વ્યવહારિક બનાવવા અને એની ડિઝાઇનમાં વધારે આનંદ આપવા આતુર છે. ઓછામાં વધારે, ટ્રેન્ડી અને ઇનોવેટિવ ડિઝાઇન F સીરિઝ પ્રોડક્ટ્સની ઓળખ છે અને ઓપ્પો F19 એ પરંપરાને જાળવી રાખશે અને ઓપ્પોની અતિ લોકપ્રિય F સીરિઝના વારસાને આગળ વધારશે.