ઓફિસથી ફ્રી રજાઓ લેવા માટે પ્રેગ્નેન્ટ થઇ ગઇ મહિલા

નવી દિલ્હી, ઓફિસમાંથી નાની મોટી રજા લેવાનાં બહાના મોટાભાગનાં લોકોએ બનાવ્યાં હોય છે. ઘણી વખત લોકો બીમારીનાં નામે રજા લેતા હોય છે અને પાર્ટી કરતાં હોય છે.
ક્યારેક સંબંધીનાં લગ્નમાં કે પછી કોઇનાં મરવાનું બહાનું તો તમે સાંભળ્યું હશે પણ એક મહિલાએ તો રજા અને પગાર મેળવવા જે તરકીબ અપનાવી તે સાંભળીને તમે પણ ચોંકી જશો. અમેરિકાની રોબિન ફોલસમ નામની મહિલાએ ઓફિસમાં રજાઓ મેળવવા માટે એક એવું કામ કર્યું કે તેનું સત્ય સામે આવતાં જ સૌ કોઇ ચોંકી ગયા.
તેની હિંમત અંગે વિચારીને સૌ કોઇ દંગ હતાં કે રજા મેળવવા માટે કોઇ આ હદે કેવી રીતે જઇ શકે. સરકારી નોકરી કરનારી આ મહિલા રોબિન ફોલસમ સેલરી અને રજા બબંનેની મજા લેવા માટે એક મહિલાએ પોતે પ્રેગનેન્ટ હોવાની વાત કરી. જેથી કોઇ ઇચ્છીને પણ તેની રજાઓ કેન્સલ ન કરી શકે. પણ તાપસમાં તેની પ્રેગ્નેન્સી ફેક નીકળી તેથી જ્યારે તેનું સત્ય સામે આવ્યું તો ન નોકરી બચી ન ઇજ્જત.
રોબિન જે એક સરકારી કર્મચારી હતી અને એક જવાબદાર પદ પર કામ કરે છે. તે ડિરેક્ટરનાં પદ પર હતી. તેણે આ છેતરપિંડીથી નારાજ વિભાગે તેનાં વિરુદ્ધ તપાસ પંચ બેસાડી દીધી છે. અને તેની પૂછપરછ કરવામાં આવી. મહિલા સેલરીની સાથે રજા લેવા માંગતી હતી. તે વગર કોઇ પાર્ટનરે જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ. પણ તેની છેતરપિંડી તેનાં જ એક સાથી કર્મચારીએ ઉજાગર કરી દીધી.
મહિલાએ પ્રેગ્નેન્સીને સાચી ઠેરવવા માટે પેટ પર નકલી પેચ ચઢાવ્યું હતું. એટલે આર્ટિફિશિયલ બેબી બંપ લગાવી તે દરરોજ ઓફીસમાં આવતી અને બધાને છેતરવાંમાં તે એક હદે સફળ પણ થઇ ગઇ હતી. પણ એક દિવસે તેનું સત્ય બધાની સામે આવી ગયું.
જ્યારે તેનાં સાથી કર્મચારીએ તેનું નકલી પેટને ઢીલુ અને બાદમાં લટકતું જાેયું. ત્યારે તેને શંકા ગઇ જ્યારે લાગ્યું કે અચાનક મહિલાનું પેટ કંઇક વધુ નીચે આવી ગયુ છે. ત્યારે નજીકથી જાેવામાં સત્ય સામે આવ્યું અને તેને નોકરીમાંથી કાઢી નાંખવામાં આવ્યું વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, સામાન્ય લોકોનાં પૈસા પર મળનારી સરકારી સેલરી અને જવાબદારીની સાથે એવું વર્તન સહન ન કરી શકાય.SSS