ઓફિસવર્ક માટે ૩-૪ કલાક શો રૂમ ખુલ્લા રાખવાની મંજુરી આપોઃજ્વેલર્સ એસોસીએશન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/11/Gold-Silver.jpg)
જીએસટી, રીટર્ન ફાઈલ કરવા તેમજ આરટીજીએસની કામગીરી અને કર્મચારીઓના પગાર માટે દુકાન-ઓફિસ ખોલવા જરૂરી
(એજન્સી) અમદાવાદ, કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્યના તમામ મોટા શહેરોના તમામ બજારો બંધ રાખવાની મુદત ૧૮મી મે સુધી લંબાવી દેવામાં આવી છે. ત્યારે જે અમદાવાદ જ્વેલર્સ એસોસીએશન દ્વારા કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે દિવસમાં ત્રણ-ચાર કલાક વેપારીઓને પોતાની ઓફિસ કે શો રૂમ ખોલવાની મંજુરી આપવી જાેઈએ.
કેમ કે, ઓફિસ વર્ક, ધંધાકીય લેવડ-દેવડ, જરૂરી આરટીજીએસ, જીએસટી રીર્ટન ભરવા તથા કર્મચારીઓના પગારની વ્યવસ્થા કરી શકાય. હવે જાેવાનું એ રહ્યુ કે તંત્ર દ્વારા જ્વેલર્સ ખોલવાની મંજુરી આપવામાં આવે છે કે કેમ?
અમદાવાદ જ્વેલર્સ એસોસીએશનના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર સરકાર દ્વરા બંધની જાહેરાત કરવામાં આવી તે પહેલાંથી કોરોનાની ચેઈન તોડવા માટે અમદાવાદ જ્વેલર્સ એસોસીઅશન દ્વારા સ્વૈચ્છીક બંધનો અમલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર દ્વારા બજારો બંધ રાખવાની સુચના આપવામાં આવી ત્યારથી તમામ જ્વેલર્સ તથા બીજા બંધા ધંધાઓ પણ બંધ જ છે.
હવે આટલા લાંબા સમય સુધી તમામ દુકાનો બંધ રહી છે જેને કારણે હવે આર્થિક લેવડદેવડ, જીએસટી, રીટર્ન ફાઈલ કરવા માટે તથા જરૂરી આરટીજીએસ અને કર્મચારીઓના પગાર કરવા માટે જ્વેલર્સ દિવસના બે ચાર કલાક ખોલવા માટેની મંજુરી આપવામાં આવે તે જરૂરી છે. વેપાર કરવા માટે નહી, પરંતુ ઓફિસ વર્ક કરવા માટે જ્વેલર્સને દિવસમાં ત્રણ-ચાર કલાક ખોલવા માટેની મંજુરી આપવામાં આવે એ જરૂરી છે.