ઓફિસ બાદ બોસ ફોન કે મેસેજ નહીં કરી શકે, સજા થશે

લિસબન, ઓફિસમાં કામના કલાકો બાદ પણ બોસના આદેશોથી પરેશાન થતા હજારો કર્મચારીઓને યુરોપના દેશ પોર્ટુગલની સરકારે રાહત આપી છે. આ દેશમાં હવે એક કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદા પ્રમાણે ઓફિસના કામના કલાકો પહેલા અથવા કામના કલાકો પછી જાે કોઈ બોસ પોતાના કર્મચારીને કામ માટે ફોન કોલ કરશે અથવા મેસેજ કે ઈ મેઈલ કરશે તો તેવા બોસને સજા મળશે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પોર્ટુગલ સંસદે આ કાયદાને મંજૂરી આપી છે અને કંપનીઓને આદેશ આપ્યો છે કે, જાે ઓફિસ અવર પછી અથવા તો વીક એન્ડમાં કર્મચારીઓને કોઈ કોલ કે મેસેજ કર્યો છે તો તેમને દંડ પણ ફટકારવામાં આવશે.
કોરોનાકાળમાં વર્ક ફ્રોમ હોમનુ કલ્ચર વધી ગયુ હોવાથી સત્તાધારી પાર્ટી દ્વારા નવો લેબર લો અ્મલમાં મુકાયો છે.આ કાયદા હેઠળ વર્ક ફ્રોમ હોમ હેઠળ ઘરેથી કામ કરતા કર્મચારીઓને લાઈટ અને ઈન્ટરનેટનુ બિલ પણ કંપનીઓએ ચુકવી આપવુ પડશે. જાેકે આ નવો કાયદો દસ કે તેથી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપનીઓ પર લાગુ નહીં થાય.સરકારનુ કહેવુ છે કે, વર્ક ફ્રોમ હવે વાસ્તવિકતા છે અને તેને ધ્યાનમાં રાખીને લોકોનુ ઘરેથી કામ કરવુ આસાન બને તે માટે નવા કાયદા લાવવામાં આવ્યા છે.SSS