ઓબામાએ ગુસ્સે થઈને મિત્રનું નાક તોડી નાખ્યુ હતું
વોશિંગ્ટન: અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે શાળાના દિવસોમાં લોકર રૂમમાં લડાઈ દરમિયાન તેમણે એક મિત્ર દ્વારા કરાયેલી વંશીય ટિપ્પણી બાદ તેનું નાક તોડી નાખ્યું હતું. દ હિલના જણાવ્યાં મુજબ ૪૪મા અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ બ્રૂસ સ્પ્રિંગસ્ટીન સાથે પોતાના સ્પોર્ટિફાય પોડકાસ્ટના એક એપિસોડમાં આ અનુભવ શેર કર્યો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે જ્યારે હું શાળામાં હતો ત્યારે એક મિત્ર સાથે બાસ્કેટબોલ મેચ રમ્યા તે વખતે લોકોમાં ઝગડો થયો હતો. આ દરમિયાન તેણે વંશીય ટિપ્પણી કરી.
ઓબામાએ હસતાં હસતાં કહ્યું કે ‘કદાચ એ મિત્ર પણ જાણતો નહતો કે આખરે એ શું કહી રહ્યો છે પરંતુ મને યાદ છે કે મેં તેના મોઢા પર એક મુક્કો માર્યો અને તેનું નાક તોડી નાખ્યું હતું.’ ઓબામાએ કહ્યું કે ‘મે મારા એ મિત્રને સમજાવ્યો કે ફરીથી આવી ટિપ્પણી મારી સામે ન કરતો.’ ઓબામાએ પહેલીવાર જાહેરમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ઓબામાએ કહ્યું કે વંશીય ટિપ્પણી દ્વારા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરવી સારી વાત નથી. તેમણે કહ્યું કે હું ગરીબ હોઈ શકુ છું,
હુ અજ્ઞાની હોઈ શકુ છું. હું કદરૂપો હોઈ શકુ છું. બની શકે કે હું પોતાને પસંદ નથી કરતો. હું દુઃખી હોઈ શકું છું. પરંતુ શું તમે જાણો છો કે હું શું નથી? ઓબામાએ સ્પ્રિંગસ્ટીનને કહ્યું, હું તમારા જેવો નથી. અત્રે જણાવવાનું કે બરાક ઓબામાએ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે અને ત્યાબાદ બાદ પણ અમેરિકામાં વંશવાદના પ્રભાવને લઈને અનેકવાર ચર્ચા કરી છે. તેમણે ૨૦૧૫માં એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે અમેરિકામાં વંશવાદ યોગ્ય નથી. તેમણે દક્ષિણ કેરોલિનામાં ઐતિહાસિક બ્લેક ચર્ચામાં ફાયરિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.