ઓબામા સરકારે જાણીજોઇને આતંકી સંગઠન અલકાયદાને નાણાકિય મદદ કરી : અમેરિકી રિપોર્ટમાં દાવો
વોશિંગટન, આતંકીઓ સામે લડવા માટે અમેરિકા સતત અનેક દશો ઉપર કાર્યવાહી કરી રહ્યું છે. આ સિવાય આતંકી ફંડિગ રોકવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે અમેરિકામાં એક રિપોર્ટ સામે આવ્યા બાદ ચંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના શાસન સાથે જોડાયેલી છે. રિપોર્ટમાં જણાવવમાં આવ્યું છે કે ઓબામા સરકાર દ્વારા અલકાયદા નામના આતંકી સંગઠનની નાણાકિય મદદ કરવામાં આવી છે. એવું નથી કે આ કામ અજાણતા થયું હોય પરંતુ જાણીજોઇને અલકાયદાને ફંડ આપવામાં આવ્યું છે.
આ રિપોર્ટ અમેરિકાની સીનેટ કમિટિ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે માત્ર અલકાયદા જ નહીં પણ તેની સાથે જોડાયેલા અન્ય આતંકી સંગઠનોને પણ ઓબામા સરકારે નાણાકિય મદદ કરી છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકા અને બરાક ઓબામા બંને ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આતંકવાદને ડામવાની મોટી મોટી વાતો કરતું અમેરિકા જ પાછલા દરવાજેથી તેને મદદ કરે છે તેવું સાબિત થાય છે.
આ રિપોર્ટ અમેરિકન સીનેટની નાણાકિય સમિતિના અધ્યક્ષ ચક ગ્રાસલેના કાર્યકાળ દરમિયાન ઓબામા પ્રશાસને બે વાખ અમેરિકી ડોલરનું અનુદાન કર્યુ હતું. આ અનુદાનની તપાસ કર્યા બાદ રિપોર્ટ તૈયાર થયો છે. જેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના ઇસાઇ ધર્મ સાથે જોડાયેલા સંગઠન વર્લ્ડ વિઝન દ્વારા અલકાયદા સાથે સંબંધ રાખતા ઇસ્લામિક રિલીફ એજન્સીને નાણાકિય સહાય પહંચાડી છે.
સંયોગની વાત તો એ છે કે વર્લ્ડ વિઝન નામનું અમેરિકાનું સંગઠન ભારતમાં પણ કાર્યરત છે અને ઇંટર એક્શનનું સભ્ય પણ. આ સંગન આંતરરાષ્ટ્રીય એનજીઓમાં સૌથી મોટું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક મોટો ખુલાસો થયો હતો. જેમાં સામે આવ્યું હતું કે અમેરિકાની સરકારી એજન્સીઓ કઇ રીતે પાકિસ્તાન અને મધ્ય પૂર્વના આતંકી સંગઠનોને મદદ કરે છે. ત્યાર બાદ આ અંગે તપાસ કરાતા તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેના કારણે ફરી એક વખત સાબિત થયું છે કે અમેરિકાના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે.