ઓમપ્રકાશ ચૌટાલાએ ૮૭ વર્ષે ધોરણ-૧૨ પાસ કર્યું
ભિવાની, એક કહેવાત છે કે, જીવનમાં કશું શીખવા માટે કોઈ પણ ઉંમરે પ્રયાસ કરી શકાય છે. દુનિયામાં એવા ઘણાં ઉદાહરણ છે કે લોકો રિટાયરમેન્ટ પછી સાહસ શરુ કરે અને તેમાં સફળતા મેળવી હોય. આવી જ એક ઘટના બની છે કે જે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઈનેલો પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલા પર સંપૂર્ણ રીતે લાગુ પડે છે. ઓમ પ્રકાશ ચૌટાલાએ ૮૭ વર્ષની ઉંમરે ધોરણ-૧૦ અને ૧૨ પાસ કર્યા છે.
હરિયાણા શિક્ષણ બોર્ડના અધિકારીઓ એક કાર્યક્રમ દરમિયાન ભિવાની પહોંચ્યા હતા અને ચૌટાલાને સન્માન સાથે તેમની માર્કશીટ સોંપી હતી.
તેમણે ૮૭ વર્ષની ઉંમરે જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. કાશ્મીરના નેતા ઉમર અબ્દુલ્લાએ તેમને શુભેચ્છા પાઠવી છે, અબ્દુલ્લાએ ટિ્વટ કરીને લખ્યું છે કે, એક વ્યક્તિ શીખવા માટે ક્યારેય ઘરડી નથી થતી, શુભેચ્છાઓ ચૌટાલા સાહેબ.
ઓમ પ્રકાશ ચૌટાલાની વાતને મળતી આવતી વાર્તા હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ દસવીમાં જાેવા મળી હતી. ફિલ્મમાં એક જાટ નેતાની વાત હતી જેમણે જેલમાં જઈને ધોરણ-૧૦નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ફિલ્મમાં જાટ નેતાની ભૂમિકામાં અભિષેક બચ્ચન હતા.
હવે એવી વાત હરિયાણના પૂર્વ સીએમ સાથે બની છે. આ ખબર સામે આવતા અભિષેક બચ્ચેને પણ રિએક્ટ કર્યું છે. એક ન્યૂઝ પોર્ટલનો આર્ટિકલ શેર કરીને તેમને ઓમ પ્રકાશ ચૌટાલાને શુભેચ્છાઓ પાઠવી છે.
ઓમ પ્રકાશ ચૌટાલા ધોરણ-૧૦ની અંગ્રેજીની પરીક્ષામાં ૧૦૦માંથી ૮૮ માર્ક્સ મેળવ્યા છે. ૨૦૨૧માં ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણા ઓપન બોર્ડ હેઠળ ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. જાેકે, ૫ ઓગસ્ટે તેમનું પરિણામ રોકી દેવામાં આવ્યું હતું, કારણ કે તેમણે ધોરણ-૧૦ની અંગ્રેજીની પરીક્ષા પાસ નહોતી કરી. ૨૦૧૯માં ચૌટાલા કોઈ કારણોથી અંગ્રેજીનું પેપર આપવાનું ચૂકી ગયા હતા.
શિક્ષણ ભર્તી કૌભાંડમાં ઓમ પ્રકાશ ચૌટાણા ૨૦૧૩થી ૨ જુલાઈ ૨૦૨૧ સુધી દિલ્હીની તિહાડ જેલમાં સજા કાપી ચૂક્યા હતા. આ દરમિયાન તેમણે પોતાનો અભ્યાસ શરુ કર્યો હતો. ચૌટાલાએ ૮૨ વર્ષની ઉંમરમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્કૂલથી ઉર્દૂ, સાયન્સ અને સોશિયલ સ્ટડીઝ અને ઈન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ વિષયમાં ૫૩.૪૦ ટકા માર્ક્સ મેળવીને ધોરણ-૧૦ની પરીક્ષા પાસ કરી હતી.SSS