ઓમર અબ્દુલ્લાએ બરફથી ઢંકાયેલ ગુલમર્ગમાં ચલાવી મહિન્દ્રા થાર

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટિ્વટર પર બરફથી ઢંકાયેલ કાશ્મીરની ગુલમર્ગ ખીણમાં મહિન્દ્રા થાર એસયુવી સાથેની પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.
મહિન્દ્રા થાર એસયુવીના પ્રદર્શનની પ્રશંસા કરતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે, “બરફમાં ગુલમર્ગ પહોંચવા માટે નવી મહિન્દ્રા થાર જેવું કંઈ નથી.” ઓમર અબ્દુલ્લાએ ભૂતકાળમાં પણ આ એસયુવીની પ્રશંસા કરી છે. તેનું નવું મોડલ લોન્ચ થયું ત્યારથી જ તે તેનો ફેન બની ગયો હતો. તે સમયે તેના પિતા ફારૂક અબ્દુલ્લા સાથે તેમણે તેની ટેસ્ટ ડ્રાઈવ લીધી હતી.
આ ટિ્વટ કરેલી તસવીરમાં ઓમર અબ્દુલ્લા ગુલમર્ગની ખીણમાં બરફની મજા લેતા જાેવા મળે છે. તેણે પોતાના ટિ્વટમાં લખ્યું કે બરફમાં ઈંગુલમર્ગ સુધી જવા માટે નવા જ્રમહિન્દ્રા થાર જેવું કંઈ નથી. આનંદ મહિન્દ્રાએ ઓમર અબ્દુલ્લાના આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે, તેની સાથે લખ્યું છે કે, “જે કહેવામાં આવ્યું છે તે બિલકુલ સાચું છે.” આ સાથે તેણે ઓમર અબ્દુલ્લાને ટેગ કરીને સ્માઈલી પણ મોકલી છે.
ઓમર અબ્દુલ્લા મહિન્દ્રા થારના મોટા પ્રશંસક છે. તેઓ પહેલા પણ તેની પ્રશંસા કરી ચૂક્યા છે. તેનું નવું મોડલ લોન્ચ થયું ત્યારથી જ તે તેનો ફેન બની ગયો હતો. તે સમયે તેણે ટ્વીટ દ્વારા કેટલીક તસવીરો પણ શેર કરી હતી. આ સાથે જ તેણે ફરી એકવાર થાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને ૨૦૨૦ માં શ્રીનગરમાં મહિન્દ્રા ડીલરશીપ પર થાર લોન્ચ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે સમયે ઓમર અબ્દુલ્લાએ ઘણી જગ્યાએ નાઈ થાર સાથે પોઝ આપ્યા હતા. નવા થારના લોકાર્પણ પ્રસંગે ઓમર અબ્દુલ્લાએ ટેસ્ટ ડ્રાઈવ પણ લીધી હતી.HS