ઓમસુન પાવર,સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ ડિરેકટર્સ, બેંક કર્મીઓ સામે ગુનો નોંધાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આશ્રમરોડ પર આવેલી મેસર્સ ઓમસુન પાવર પ્રાઈવેટ લીમીટેડ અને સેટેલાઈટ સત્યાગ્રહ છાવણીમાં આવેલ મેસર્સ સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ કંપનીએ બેંક ઓફ બરોડામાંથી રૂા.રપ,૭૦ કરોડની લોન મેળવીને ઠગાઈ આચરવામાં આવી હોવાની સીબીઆઈમાં બે અલગ અલગ ફરીયાદ કરી છે.
સીબીઆઈએ બેંક ઓફ બરોડાના અધિકારીની લેખીત ફરીયાદના આધારે બંને કંપની ડાયરેકટરો બેકના અધિકારી તથા કર્મચારીઓને આરોપી તરીકે દર્શાવ્યા છે.
આશ્રમરોડ સાકાર-૩.૬૦૪ માં આવેલ મેસર્સ ઓમસુન પાવર પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ડાયરેકટર નરેન્દ્ર ભીમસેન ગોયલ, ગોપાલકૃષ્ણ નરેન્દ્રકુમાર ગોયલ બંને રહે. સમૃદ્ધ સોસાયટી માણેકબાગ સોસાયટી આંબાવાડી તથા બેકના અધિકારી તથા કર્મચારીઓના સમાવેશ થાય છે.
જયારે મેસર્સ સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ કંપનીના વર્ષા સંદીપ જૈન રહે. મિહીર ટાવર, સીલ્વર પાર્ટી પ્લોટ ઉત્તમનગર મણીનગર તથા બેકના અધિકારીઓનો સમાવેશ થાય છે. બેંક ઓફ બરોડાના અધિકારીએ સીબીઆઈએ કરેલી બે લેખીત ફરીયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે. કે, આશ્રમરોડ ઉપર આવેલ મેસર્સ ઓમસુન પાવર પ્રાઈવેટ લીમીટેડએ બેકમાંથી રૂા.ર૧ કરોડની લોન મેળવી કંપનીએ મેસર્સ ઓમસુન પાવરનું નામ બદલીને મેસર્સ દેવસુન સોલર પ્રાઈવેટ લીમીટેડ કરી દીધું હતું.