Western Times News

Gujarati News

ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી, ગંભીર લક્ષણ નથી

હૈદરાબાદ, સાઉથ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળ્યાને એક મહિનાનો સમય થઈ ગયો છે. હવે ઓમિક્રોનમાંથી બે વંશ બીએ.૧ અને બીએ.૨ બન્યા છે. જાેકે, હેલ્થ એક્સપર્ટ્‌સનું માનવું છે કે, આ નવા વેરિયન્ટથી ગભરાવાની જરુર નથી.

આ સાથે મહત્વની વાત એ છે કે, ઓમિક્રોન આફ્રિકાના દેશોમાં દેખાતા અલગ-અલગ દેશોએ પોતાની ફ્લાઈટ્‌સના ત્યાં આવા-ગમન પર રોક લગાવી દીધી છે. આમ છતાં ઓમિક્રોનના લીધે કોઈ દર્દીમાં ગંભીર લક્ષણો દેખાયા હોવાનું હજુ સુધી સામે આવ્યું નથી.

સાઉથ આફ્રિકામાં ૮ નવેમ્બરે ઓમિક્રોન વેરિયન્ટ (બી.૧.૧.૫૨૯) હોવાની પુષ્ટી થયા બાદ તે દુનિયાના ૩૪ દેશોમાં ફેલાઈ ગયો છે. એક્સપર્ટ્‌સ જણાવે છે કે ઓમિક્રોન વેરિયન્ટ વધુ બે વંશોમાં વિભાજિત થયો છે, જાેકે આમ થવાથી ગભરાવાની જરુર ના હોવાનું પણ એક્સપર્ટ્‌સ જણાવી રહ્યા છે.

આજ રીતે ડેલ્ટા વેરિયન્ટ (બી.૧.૬૧૭) બે ભાગમાં વિભાજિત થયો હતો, જે પછી ત્રીજાે ભાગ ડેલ્ટા પ્લસ થયો હતો. આ પછી તેના ૧૦૦ ભાગ પડ્યા હતા.

જાેકે, આ વિભાજનની લોકો પર કોઈ ગંભીર અસર નહોતી થઈ. ઓમિક્રોન વેરિયન્ટના વિભાજન અંગે નવી દિલ્હીના ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજીના વૈજ્ઞાનિકે કરેલા ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિયન્ટ બે વંશ બીએ.૧ અને બીએ.૨માં વિભાજિત થયો છે, અને બીએ.૨ લગભગ ૨૪ મ્યુટેશન સાથે નવા આઉટલેયરનો સમાવેશ કરશે.

નોંધનીય છે કે, આ પહેલા રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોન વેરિયન્ટથી પીડાતા દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ એવા લક્ષણો દર્દીઓમાં દેખાયા નથી કે જેના કારણે ઓમિક્રોનથી ડરવાની જરુર જણાય.

આ વેરિયન્ટ ઝડપથી ફેલાય છે પરંતુ તે ડેલ્ટા વેરિયન્ટ જેટલો ભયાનક સાબિત નથી થયો. આ સિવાય દુનિયામાં હજુ ઓમિક્રોનથી કોઈ દર્દીની તબિયત વધારે લથડી હોય કે મૃત્યુ થયું હોય તેવી પણ ઘટના બની નથી. આમ છતાં કોરોનાથી કે નવા વેરિયન્ટથી બચાવ માટે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની સલાહ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી રહી છે.

ડબલ્યુએચઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ઓમિક્રોમ વાયરસથી પીડિત દર્દીઓમાં અગાઉના ડેલ્ટા વેરિયન્ટ જેવી ગંભીરતા જાેવા મળી નથી. આમ છતાં સાવધાની રાખવી જરુરી છે. ભારતમાં ઓમિક્રોમ વેરિયન્ટના કેસ ૨૦ને પાર કરી ગયા છે જેમાંથી સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૧૦ કેસ છે અને રાજસ્થાનમાં ૯ આ સિવાય ગુજરાતમાં એક કેસ નોંધાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.