ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ભારતમાં દૈનિક કોરોનાનાં કેસનાં આંકમાં નોંધાયો મોટો ઘટાડો
નવીદિલ્હી, એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટથી હાહાકાર મચ્યો છે. ત્યારે બીજી તરફ ભારતમાં કોરોનાનાં દૈનિક કેસોનાં આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે. સતત વેક્સિનેશનનાં કારણે હવે કેેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જાે કે દેશમાં ઓમિક્રોનનાં કેસ વધીને ૨૩ થઇ ગયા છે.
આપને જણાવી દઇએ કે, દેશનાં ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસ મળવાના ડર વચ્ચે ફરી એકવાર રાહતનાં સમાચાર છે. છેલ્લા એક દિવસમાં દેશભરમાં કોરોના સંક્રમણનાં માત્ર ૬,૮૨૨ નવા કેસ સામે આવ્યા છે.
સોમવારે નોંધાયેલા નવા કેસની સરખામણીએ આ આંકડો ૧૭ ટકા ઓછો છે. એટલું જ નહીં, ૫૫૮ દિવસ પછી એક દિવસમાં કોરોનાનાં આટલા ઓછા નવા કેસ જાેવા મળ્યા છે.
આ સિવાય આ સમયગાળા દરમિયાન ૧૦,૦૦૪ લોકોએ કોરોના સંક્રમણને માત આપી છે અને ૨૨૪ લોકોનાં મોત થયા છે. નવા કેસ અનુસાર, મોટી સંખ્યામાં લોકો સાજા થવાને કારણે સક્રિય કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. દેશમાં કોરોનાનાં કુલ સક્રિય કેસ હવે માત્ર ૯૫,૦૧૪ બાકી છે, જે ૫૫૪ દિવસમાં એટલે કે લગભગ દોઢ વર્ષમાં સૌથી ઓછો આંકડો છે.
જાે આ આંકડાને ટકાવારીની દ્રષ્ટિએ જાેઈએ તો દેશમાં જાેવા મળેલા કેસોની સરખામણીમાં અત્યાર સુધીમાં માત્ર ૦.૨૭ ટકા સક્રિય કેસ બાકી છે.
આ આંકડો માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે. આ સિવાય રિકવરી રેટ પણ વધીને ૯૮.૩૬% થયો છે. આટલું જ નહીં, છેલ્લા ૬૪ દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ ૨ ટકાથી પણ ઓછો રહ્યો છે. આ સિવાય, જાે આપણે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો આ આંકડો માત્ર ૦.૭ ટકા જ રહ્યો છે.
દરમિયાન, ઓમિક્રોન વેરિઅન્ટનાં ડરને કારણે દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી વધ્યું છે. અત્યાર સુધીમાં, દેશભરમાં ૧૨૮.૭૬ થી વધુ કોરોના રસી આપવામાં આવી છે. આ હેઠળ, અડધાથી વધુ પુખ્ત વયનાં લોકોએ રસીનાં બન્ને ડોઝ મેળવ્યા છે. આ સિવાય ૮૫ ટકા પુખ્ત વયનાં લોકો એવા છે જેમને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે.
ઓમિક્રોન વેરિઅન્ટને કારણે દેશભરનાં રસીકરણ કેન્દ્રો પર ભીડ જાેવા મળી રહી છે. એટલું જ નહીં, લોકો બૂસ્ટર ડોઝને લઈને પણ સવાલો પૂછી રહ્યા છે કે તે ક્યારે લેવામાં આવશે. જણાવી દઈએ કે બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન, ઈઝરાયેલ સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણનો સામનો કરવા માટે બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે.SSS