ઓમિક્રોનના કારણે બ્રિટનમાં થઈ શકે છે 75000 લોકોના મોત: સ્ટડી
નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ આખી દુનિયામાં વધી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોને ડર છે કે, આખી દુનિયામાં આ વેરિએન્ટ નવેસરથી હાહાકાર મચાવી શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચિંતા વ્યક્ત કરી છે ત્યારે બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે, જો તકેદારી નહીં રાખવામાં આવી તો ઓમિક્રોન વેરિએન્ટના કારણે એપ્રિલ મહિના સુધીમાં બ્રિટનમાં 25000 થી 75000 લોકોના મોત થઈ શકે છે.
આ સ્ટડી લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન તેમજ દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી દ્વારા હાથ ધરાઈ હતી.
અન્ય દેશોના મુકાબલે બ્રિટનમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.રોજ આ વેરિએન્ટના નવા 600 થી વધારે કેસ સામે આવી રહ્યા છે અને આ આંકડો હજી વધી શકે છે.સ્ટડીમાં કહેવાયુ છે કે, જો આપણે માનીએ બૂસ્ટરનો હાઈ ડોઝ પ્રભાવશાલી રહેશે તો પણ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા 60 ટકા સુધી પહોંચી શકે છે.
એમ પણ ઓમિક્રોન યુરોપમાં ખાસ કરીને બ્રિટન અને ડેનમાર્કમાં ઝડપથી ફેલાઈ રહયો છે.જોકે તેના કારણે દર્દીઓની સ્થિતિ ગંભીર બનતી હોવાના પૂરાવા હજી મળ્યા નથી પણ કેસ વધી રહ્યા હોવાથી હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.