Western Times News

Gujarati News

ઓમિક્રોનના ડર વચ્ચે કપિલ શર્મા શોનું શૂટિંગ અટક્યુ

મુંબઈ, દેશમાં વધી રહેલા કોરોના-ઓમિક્રોન સંક્રમણના કેસ હવે ચિંતા પેદા કરી રહ્યા છે. વકરી રહેલી પરિસ્થિતિને નિષ્ણાંતો દેશમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેર માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. એવામાં કેટલાક રાજ્યોએ સંક્રમણ વધુ ના ફેલાય એ માટે રાત્રિ કર્ફ્‌યુ અને અન્ય કોરોના નિયમોને લાગુ કરી ચૂક્યા છે.

વર્તમાન પરિસ્થિતિને લીધે દેશમાં ફરી લોકડાઉન લાગુ કરાય એવો ડર સતાવી રહ્યો છે. ઓમિક્રોનના વધતા ખતરાથી બચવા માટે હવે ધ કપિલ શર્મા શો પણ બ્રેક લેવાનો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. હવે અહેવાલ સામે આવી રહ્યા છે કે કપિલ શર્મા શોને એક અઠવાડિયા માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાનમાં શોમાં જજ અર્ચના પૂરણ સિંહે જણાવ્યું કે, શોને હાલ પૂરતો એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે ખુલાસો કર્યો કે, આ ર્નિણય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી પરિસ્થિતિઓ ગંભીર ના બને. આ સંદર્ભે ફિલ્મ કલાકારો, ફિલ્મ નિર્માણ સાથે જાેડાયેલા લોકો અને ટેકનિશયન્સની સંસ્થા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયિઝના પ્રમુખે કહ્યું ઓમિક્રોનને લઇને બહુ જ ડર પ્રસરી ગયો છે, માહાલ ગરમ છે.

સરકાર તરફથી અમને કોઇ નિર્દેશ મળ્યા નથી, પરંતુ આ અમારી ઉપર છે કે સુરક્ષા જાળવી રાખીએ. જેમ કે દિલ્હી બંધ થયુ છે, તો મુંબઇમાં પણ સ્થિતિ ગંભીર છે. તેમણે જણાવ્યું કે, પ્રોટોકોલ્સને ધ્યાનમાં રાખીને અમે કામ કરવાના નિયમ બનાવ્યા છે. જે માટે સરકારનો સહકાર મળવો જરુરી છે, પરંતુ એ મળી નથી રહ્યો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશમાં કોરોના-ઓમિક્રોન સંક્રમણના કેસમાં ભયજનક ઉછાળો આવ્યો છે. જેના લીધે દેશવાસીઓમાં ફરીવાર કોરોનાનો ડર પ્રસરી ગયો છે. જાેકે નિષ્ણાંતોના કહ્યા મુજબ દેશમાં ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થયો છે. જેને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ થઇ છે. રાજ્યોમાં કોરોના નિયમો અને જે વિસ્તારોમાં રાત્રિ કર્ફ્‌યુ જેવા નિયમો લાગુ કરાયા છે, એના પાલન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.