ઓમિક્રોનના ભયને પગલે સરકારે 31 જાન્યુઆરી સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ

प्रतिकात्मक
નવી દિલ્હી, 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જોકે, ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને પરત લેવાયો છે. હજુ આ પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લાગૂ રહેશે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે રાજ્યોને કોરોનાની સારવાર માટે નિર્ધારિત આઠ મહત્વપૂર્ણ દવાઓ માટે પૂરતો બફર સ્ટોક બનાવવી રાખવામાં આવે તેઓ આગ્રહ કર્યો હતો.