ઓમિક્રોનના સબ વિરિયન્ટ વધતા કોરોના સંક્રમણ માટે જવાબદાર

દેશના અનેક રાજ્યોમાં બીએ.૪ અને બીએ.૫ના કેસ નોંધાયા, તમિલનાડુમાં ૧૨ સેમ્પલમાં બે વેરિએન્ટસની પુષ્ટિ: કોરોનાના ૪,૫૧૮ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી,દેશમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪,૫૧૮ નવા કેસ નોંધાયા છે.
આ સંખ્યા શનિવારની તુલનામાં ૫.૮% વધારે છે. કોરોનાના કેસોમાં તેજી આવવાના કારણે એક્ટિવ કેસોની સંખ્યા પણ ૨૫ હજારને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસોની સંખ્યામાં ૨૪ કલાકમાં ૧,૭૧૪નો વધારો થયો છે.
કોરોનાના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે, કારણ કે, એક્સપર્ટસે જૂનમાં ચોથી લહેર આવવાની ચેતવણી આપી હતી. કોરોનાના વધતા સંક્રમણની પાછળ ઓમિક્રોન (ઓમિક્રોન)ના સબ વેરિએન્ટસ બીએ.૪ અને બીએ.૫ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
દેશના અનેક રાજ્યોમાં બીએ.૪ અને બીએ.૫ના કેસ નોંધાયા છે. તમિલનાડુમાં ૧૨ સેમ્પલમાં આ બે વેરિએન્ટસની પુષ્ટિ થઈ છે.
તમિલનાડુના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૪ લોકોમાં બીએ.૪ અને ૮ લોકોમાં બીએ.૫ની પુષ્ટિ થઈ છે. બધાને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે.
આ અગાઉ છેલ્લા અઠવાડિયે મહારાષ્ટ્રમાં પણ ૪ દર્દીઓમાં બીએ.૪ અને બીએ.૫ની પુષ્ટિ થઈ હતી.ઓમિક્રોનના આ બંને સબ વેરિએન્ટસના કેસ આ વર્ષે એપ્રિલમાં દક્ષિણ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં નોંધાયા હતા.
દેશમાં અત્યાર સુધીમાં તેલંગાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ સબ વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે.
કેટલા ખતરનાક છે અને આ સબવેરિએન્ટસ? ઓમિક્રોનના બંને સબ વેરિએન્ટસ બીએ.૨ના જેમ જ છે. ઓમિક્રોનના બીએ.૨ના કારણે જ ભારતમાં ત્રીજી લહેર આવી હતી.ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે બીએ.૪ અને બીએ.૫થી હાલમાં ગંભીર બિમારી તો નથી થઈ રહી પરંતુ આ વેરિએન્ટ ઓમિક્રોનના બાકી સબવેરિએન્ટની તુલનામાં વધારે સંક્રામક છે.
ડબલ્યુએચઓએ ગયા મહિને જણાવ્યું હતું કે, દુનિયાના ડઝનભર દેશોમાં બીએ.૪ અને બીએ.૫ના કેસ નોંધાયા છે અને તેનાથી કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવી શકે છે.
યુરોપિયન સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (ઈસીડીસી) અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)એ આ બંને સબ-વેરિએન્ટસને વેરિએન્ટસ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાજનક જાહેર કર્યો છે.
ઈસીડીસીનું કહેવું છે કે, અત્યાર સુધીમાં આ સબ વેરિએન્ટથી ગંભીર બિમારી થવાના પુરાવા નથી મળ્યા પરંતુ તે બીજા વેરિએન્ટથીવધુ સંક્રામક છે.કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ ગયા વર્ષે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં આ વેરિએન્ટથી કોરોનાની નવી લહેર સામે આવી હતી.
બીએ.૪ અને બીએ.૫ બંનેને જ બીએ.૨થી વધુ સક્રામક માનવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે, આ સબ વેરિએન્ટ સામે આવ્યા બાદ વધુ એક લહેરનું જાેખમ વધી ગયું છે.
આ બંને વેરિએન્ટસને લઈને ચિંતા વધવાની એક વાત એ પણ છે કે, બીએ.૧ અને બીએ.૨થી સંક્રમિત લોકો ફરીથી આ સબ-વેરિએન્ટથી સંક્રમિત થઈ શકે છે.ss2kp