Western Times News

Gujarati News

ઓમિક્રોનની ઓળખ કરનારને ધમકીની દ.આફ્રિકા દ્વારા તપાસ

જાેહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકાની પોલીસ એજન્સીઓ કોવિડ-૧૯ના ટોચના રિસર્ચર્સને મળલી ધમકીઓની તપાસ કરી રહી છે. તેમાં એ ટીમ પણ સામેલ છે, જેણે સૌથી પહેલા ઓમિક્રોન વેરિયન્ટની ઓળખ કરી હતી. દક્ષિણ આફ્રિકાની પોલીસ સર્વિસના રાષ્ટ્રીય પ્રવક્તા વિષ્ણુ નાયડૂએ ‘સંડે ટાઈમ્સ’ને જણાવ્યું કે, પ્રેસિડન્ટ સિરિલ રામફોસાની ઓફિસને ધમકીભર્યો પત્ર મળ્યો, જેમાં પ્રોફેસર તુલિયો ડી ઓલિવિએરા સહિત ઘણા ટોચના કોવિડ-૧૯ રિસર્ચર્સનો ઉલ્લેખ હતો.

તેમણે જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રોફેસર ઓલિવિએરાએ એ ટીમની આગેવાની કરી હતી, જેણે ઓમિક્રોન વેરિયન્ટ શોધ્યો હતો. નાયડૂએ કહ્યું કે, ‘આ મામલો એક સપ્તાહ પહેલા અમારા ધ્યાનમાં આવ્યો. ફરિયાદકર્તાઓઓ રાષ્ટ્રીય કોરોના કમાન્ડ પરિષદના સલાહકાર હોવાના કારણે આ મામલાને પ્રાથમિકતા આપવામાં આવી છે.’

પ્રેસિડન્ટના પ્રવક્તા ટાયરોને સિએલેને મળેલા પત્ર અંગે માહિતી નથી આપી, પરંતુ કહ્યું કે, તેના ઉપર ‘ચેતવણી’ લખેલું હતું. સ્ટેલેનબોશ યુનિવર્સિટીએ જણાવ્યું કે, તેણે સુરક્ષા વધારી દીધી છે. પ્રોફેસર ઓલિવિએરા આ જ યુનિવર્સિટીમાં કામ કરે છે. યુનિવર્સિટીના પ્રવક્તા માર્ટિન વિલ્ઝોને કહ્યું કે, ‘એ નિંદનીય છે કે, વૈજ્ઞાનિકોને નિશાન બનાવાઈ રહ્યા છે.’ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં જ સામે આવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામફોસા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમનામાં સંક્રમણના હળવા લક્ષણો છે. તેમની ઓફિસે રવિવારે આ જાણકારી આપી. મંત્રી મોંડલી ગુંગુબેલેએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, વાઈસ પ્રેસિડન્ટ એફડબલ્યુ ડે ક્લાર્કના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાંથી બહાર આવ્યા પછી પ્રેસિડન્ટ રામફોસા અસ્વસ્થ અનુભવ કરવા લાગ્યા. તેમણે કહ્યું કે, પ્રેસિડન્ટની તબિયત સારી છે અને દક્ષિણ આફ્રિકાના નેશનલ સિક્યુરિટી ફોર્સની સ્વાસ્થ્ય સેવા તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.