ઓમિક્રોનનો ખતરો હજુ ટળ્યો નથી, નિયમોમાં છૂટછાટ આપવી ખોટું સાબિત થશે: ડબ્લ્યુએચઓ
નવીદિલ્હી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વારંવાર સલાહ આપી રહ્યું છે કે આ ખતરો હજુ ટળ્યો નથી. ડબ્લ્યુએચઓએ ફરી એક વાર કહ્યું કે, વિશ્વનાં ઘણા દેશોમાં ઓમિક્રોનની લહેરની ટોચ આવવાની બાકી છે. આવી સ્થિતિમાં કોવિડ-૧૯ પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવશે.કોવિડ-૧૯ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેકનિકલ લીડએ આવું સૂચન કર્યું હતું.
ડબ્લ્યુએચઓ અધિકારી મારિયા વેને કહ્યું કે, ઘણા દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટની લહેરની ટોચ આવવાની બાકી છે. ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની સંવેદનશીલ વસ્તીને કોરોનાની રસી મળી નથી.
અમે બધાને અપીલ કરીએ છીએ કે આવા સમયે તમામ પ્રતિબંધો એક સાથે હટાવવા ન જાેઈએ. મારિયા વેન અનુસાર, અમે હંમેશા તમામ દેશોને ધીમે ધીમે કોરોના પ્રતિબંધો હળવા કરવાની અપીલ કરી છે. આ વાયરસ ખૂબ જ શક્તિશાળી છે.
વળી, ડબ્લ્યુએચઓ સેક્રેટરી-જનરલનાં જણાવ્યા અનુસાર, કેટલાક દેશોમાં એવી ધારણા છે કે રસીકરણનાં સારા દર અને ઓમિક્રોનની ઓછી ઘાતકતાને કારણે ખતરો ટળી ગયો છે. આ પ્રકાર ચોક્કસપણે અત્યંત ચેપી છે પરંતુ વધુ ઘાતક નથી. તેથી આનાથી વધુ ચિંતા કરવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે ચેપ વધવાને કારણે મૃત્યુઆંક પણ વધી શકે છે. મારિયાએ કહ્યું કે, જાે કે અમે એવું નથી કહી રહ્યા કે લોકડાઉન ફરીથી લાગુ કરવું જાેઈએ. પરંતુ અમે તમામ દેશોને વિનંતી કરીએ છીએ કે તેઓ તેમના નાગરિકોને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવા કહે.
રસીકરણ એ એકમાત્ર શસ્ત્ર નથી. તેમણે કહ્યું કે, આપણો વિચાર બિલકુલ ખોટો છે કે આપણે આ મહામારી સામેની લડાઈ જીતી લીધી છે.
ડબ્લ્યુએચઓનાં ઈમરજન્સી ચીફ માઈક રેયને તમામ દેશોને સંબોધતા કહ્યું કે, દરેક દેશે તેની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવું જાેઈએ અને કોરોના રોગચાળાને પહોંચી વળવા માટે જરૂરી પગલા લેવા જાેઈએ. દેશની નકલ કરીને કોરોના નિયમોમાં છૂટછાટ આપવી ખોટું હશે.HS