Western Times News

Gujarati News

ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા થઈને બન્યો નવો વેરિયન્ટ: WHOની ચેતવણી

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પુરી થઈ ગઈ છે, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

હાલમાં એક નવા અભ્યાસમાં ખબર પડી છે કે કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટ મળીને એક નવો વાયરસ બની ચૂક્યો છે. તેનો પુરાવો પણ મળી ચૂક્યો છે.

WHOનું કહેવું છે કે ડેલ્ટા અને ઓમિક્રોન ઝડપથી ફેલાશે તેની આશંકા પહેલાથી જ સેવવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેલ્ટા ઔપ ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે. તેને લઈને ઘણા અભ્યાસ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સના મતે, ફ્રાંસમાં જાન્યુઆરી ૨૦૨૨માં આ વાયરસના ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે.

અગાઉ પણ ઘણા વૈજ્ઞાનિકો જણાવી ચૂક્યા છે કે કોરોના વાયરસના ઘણા વેરિયન્ટ હજુ સામે આવશે. WHOનું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાનું રિકૉમ્બિનેંટ વાયરસ ફેલાઈ રહ્યો છે. WHOના વૈજ્ઞાનિક મારિયા વાન કરખોવે ટ્‌વીટ કર્યું છે કે SARSCov2ના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ સાથે મળીને ફેલાવવાની આશંકા અગાઉથી હતી. તેનું સર્કુલેશન ઝડપથી થઈ શકે છે.

તેમણે એવું પણ લખ્યું છે કે, અમે તેને ટ્રેક કરી રહ્યા છીએ અને તેના પર વાતચીત પણ થઈ રહી છે. મારિયા એ વાયરોલોજિસ્ટ jeremy kamilની ટ્‌વીટ રીટ્‌વીટ કરી છે. આ ટ્‌વીટના મતે, ડેલ્ટા-ઓમિક્રોનના મિશ્રિત વાયરસના મજબૂત પુરાવા મળ્યા છે. જાન્યુઆરી ૨૦૨૨થી આ મિશ્રિત વાયરસનું વેરિયન્ટ ફ્રાંસમાં ફેલાઈ રહ્યું છે. સાથે આજ પ્રોફાઈલનો વાયરસ ડેનમાર્ક અને નેંધરલેન્ડમાં પણ મળી ચૂક્યો છે. જાેકે, WHO એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, હાલ આ વાયરસના ઘાતક હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.