Western Times News

Gujarati News

ઓમિક્રોન કેટલો ઘાતક અને તેના પ્રભાવ અંગે કંઈ ન કહી શકાય

નવી દિલ્હી, કોરોનાનો નવો વેરિએન્ટ દુનિયા સમક્ષ મુકનાર સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ઘાતક છે અને તેનો લોકો પર શું પ્રભાવ પડશે તે કહેવુ હાલમાં મુશ્કેલ છે.

તેમના મતે કોરોનાના નવા વેરિએન્ટે યુવાઓને વધઆરે પ્રભાવિત કર્યા છે.હજી પણ આ વેરિએન્ટને લઈને જાણકારી એકઠી કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.તેના અંગે વધુ જાણવા માટે હજી બે થી ત્રણ સપ્તાહનો સમય લાગશે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ઓમિક્રોમના કારણે જેટલા દર્દીઓ દાખલ થયા છે તે તમામ યુવાઓ છે અને તેમની વય ૪૦ વર્ષ કરતા ઓછી છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.નવા દર્દીઓની સંખ્યા છેલ્લા ૨૪ કલાકમાં બમણી થઈને ૮૦૦૦ ને પાર કરી ગઈ છે.

૨૫ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ નવા વેરિએન્ટની જાહેરાત કરી હતી અને તેને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઓમિક્રોન નામ આપ્યુ હતુ.નવો વેરિએન્ટ વધારે સંક્રમણ ફેલાવતો હોવાના ડરથી દુનિયાના વિવિધ દેશોએ વિમાની મુસાફરી પર નવેસરથી નિયંત્રણો લાગુ કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.