ઓમિક્રોન વિરુદ્ધ એન્ટી વાયરલ ટેબલેટ પણ અસરકારક છે
નવી દિલ્હી, એન્ટી વાયરલ ટેબલેટ બનાવનારી કંપની ફાઈઝરે તેના ઉપયોગ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. કંપનીનું કહેવું છે કે તપાસના પરિણામ તેના ગત માસે ૧૨૦૦ લોકો પર કરાયેલા વચગાળાના પરિણામોની પુષ્ટિ કરે છે અને અંતિમ પરિણામોમાં ૨૨૪૬ દર્દીઓ પર કરાયેલા પરીક્ષણ સામેલ છે જેમને ચાર નવેમ્બરે રિસર્ચમાં સામેલ કરાયા હતા.
કંપનીએ એમ પણ કહ્યું કે પેક્સલોવિડ કોરોનાના વધુ મ્યૂટેટ થતા ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ પણ કારગર છે. ફાઈઝરના મુખ્ય કાર્યકારી અધિકારી અને અધ્યક્ષ અલ્બર્ટ બોરુલાએ જણાવ્યું કે અમારા પરિણામો સાબિત કરે છે કે જાટ્ઠે આ દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવે તો તે લોકોના જીવ બચાવવામાં ખુબ કારગર સાબિત થશે.
આ દવા કોરોના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા અને તેમનામાં મોતના જાેખમને ઓછું કરે છે. તે ઓમિક્રોન વિરુદ્ધ પણ પ્રભાવી જણાઈ છે. કંપનીએ બીજા ક્લીનિકલ પરીક્ષણના શરૂઆતના પરિણામો જાહેર કર્યા છે જેમાં મધ્યમ જાેખમવાળા ૬૦૦ દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જાેખમ ૭૦ ટકા ઓછું જાેવા મળ્યું હતું.
કંપનીને આશા છે કે તેને જલદી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી મંજૂરી મળી જશે. આ દવાનો પાંચ દિવસનો કોર્સ છે જેમાં ત્રણ ગોળીઓ બેવાર લેવી પડે છે અને બે ગોળીઓ એન્ટી વાયરલ નિરમા ટ્રેલવિર છે તથા ત્રીજી ગોળી વર્તમાનમાં એચઆઈવી સંક્રમણમાં અપાતી રિટોનાવિર છે.SSS