ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જાેખમ વચ્ચે વિશ્વમાં સંક્રમણનાં કેસ વધીને ૨૬.૪૧ કરોડ થઈ
નવીદિલ્હી, કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટનાં વધતા જાેખમ વચ્ચે વિશ્વમાં સંક્રમણનાં કેસ વધીને ૨૬.૪૧ કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીનાં કારણે ૫૨.૩ લાખ લોકોનાં મોત થયા છે. મહામારીને રોકવા માટે અત્યાર સુધીમાં કુલ ૮.૦૭ અબજ લોકોને રસી આપવામાં આવી છે.
હાલમાં વિશ્વની ચિંતાનો વિષય બનેલ ઓમિક્રોન વેરિઅન્ટ ૩૪ દેશોમાં પહોંચી ગયું છે. જાેન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ અને મૃત્યુઆંક અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે ૨૬૪,૧૩૧,૫૫૪, ૫,૨૩૩,૮૪૯, ૮,૦૭૭,૩૧૧,૮૧૪ છે.
સીએસએસઇ અનુસાર, અનુક્રમે ૪૮,૮૩૨,૩૦૨ અને ૭૮૫,૯૦૭ કેસ અને મૃત્યુની સૌથી વધુ સંખ્યા સાથે અમેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વળી જાે ભારતની વાત કરીએ તો અહી કોરોનાનાં દૈનિક કેસોમાં ઉતાર-ચઢાવ યથાવત છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસનાં ૯,૨૧૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનાં કારણે ૩૯૧ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૮,૬૧૨ ડિસ્ચાર્જ થયા છે, કુલ રિકવરી રેટ લગભગ ૯૮.૩૫ ટકા છે જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા ૩,૪૦,૪૫,૬૬૬ પર પહોંચી ગયો છે.
મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે ભારતમાં કોવિડ-૧૯નાં કુલ સક્રિય કેસ વધીને ૯૯,૯૭૬ થઈ ગયા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં ૧૨૫.૭૫ કરોડથી વધુ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે ૪,૭૦,૧૧૫ છે. ભારતમાં, કોવિડ મહામારીનાં કારણે પ્રથમ મૃત્યુ માર્ચ ૨૦૨૦ માં નોંધાયું હતું.HS