ઓમીક્રોનથી સંક્રમિત ડોક્ટર રિકવરી બાદ પણ ફરી કોરોના પોઝિટિવ થયા
બેંગલુરુ, બેંગલુરુમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનથી સંક્રમિત ડોક્ટર રિકવરી બાદ પણ ફરી કોરોના પોઝિટિવ થયા. બેંગલુરુમાં રહેતા આ ડૉક્ટર ભારતના ઓમીક્રોનના પહેલા બે કેસોમાંના એક હતા. આ સમય દરમિયાન પોલીસે બીજા દર્દી સામે પણ ગુનો નોંધ્યો છે કે, જે દક્ષિણ આફ્રિકાનો હતો અને વહીવટીતંત્રને જાણ કર્યા વિના જ દુબઈ ચાલ્યો ગયો હતો.
કોરોનાથી સંક્રમિત થયા બાદ ગુજરાતી મૂળના દક્ષિણ આફ્રિકાના નાગરિકને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. અહીંથી તે વહીવટી તંત્રને જાણ કર્યા વિના જ દુબઈ ભાગી ગયો હતો. બીજી તરફ બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઓમીક્રોનનો ચેપગ્રસ્ત ડોક્ટર ફરી કોરોના પોઝિટિવ મળી આવ્યો છે અને આ વાત એકદમ સાચી છે.
અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ડોક્ટર હાલ ક્વોરન્ટાઇન છે અને હજી સુધી તેમના શરીરમા ક્યા-ક્યા લક્ષણો જાેવા મળ્યા છે તે ખ્યાલ નથી. ડોક્ટરે કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.
પ્રવર્તમાન સમય દરમિયાન પોલીસે દક્ષિણ આફ્રિકાના એક નાગરિક સામે પણ કેસ નોંધ્યો છે, જે હાલ ક્વોરન્ટાઇનના નિયમોનો ભંગ કરીને દુબઈ ભાગી ગયો હતો. ફક્ત એટલું જ નહી તે જે જગ્યાએ રોકાયા હતા ત્યાના ફાઇવ સ્ટાર હોટલના મેનેજમેન્ટ અને સ્ટાફની સામે પણ કેસ નોંધવામા આવ્યા હતા કારણકે, તેમણે આરોગ્ય અધિકારીઓને જાણ કર્યા વિના જ ડોક્ટરને હોટલમાંથી ચેકઆઉટ કરવાની મંજૂરી આપી દીધી હતી.
આ વ્યક્તિ ૨૦ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લઈને ભારત આવ્યો હતો. ત્યારબાદ બેંગલુરુ એરપોર્ટ પર તેનુ સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૨૦ નવેમ્બરના રોજ તેણે હોટલમાં ચેકઆઉટ કર્યુ અને ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ૨૨ નવેમ્બરના રોજ જીનોમ સિક્વન્સિંગ માટે દર્દીનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ દર્દીનું ૨૩ નવેમ્બરના રોજ એક ખાનગી લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ દર્દીએ ૨૭ નવેમ્બરના રોજ હોટલની બહાર તપાસ કરી હતી અને એરપોર્ટ પર કેબ લીધી હતી અને પછી તે દુબઇની ફલાઇટ પકડીને દેશ છોડીને ભાગી ગયો હતો.HS