ઓમ ઓર્ગેનિક્સને નોટિસ : 25 લાખનો દંડ ફટકારાયો
(વિરલ રાણા ) ભરૂચ,
ભરૂચના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક્સ કંપનીમાં ભયંકર બ્લાસ્ટના કારણે ૬ કામદારોના મોત નિપજ્યાં હતાં.ત્યારે સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ.૨૫ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
તેમજ મૃતકના પરિવારોને ત્રણ લાખ રૂપિયા કંપની દ્વારા સહાય ચૂકવવામાં આવનાર છે.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહત સ્થિત ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ સાથે જ મૃતકોના પરિવારજનોને રૂ.૩-૩ લાખની સહાય આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં બ્લાસ્ટના કારણે ૬ કામદારોના મોત નિપજતા વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી.
તો બીજી તરફ ભરૂચ સમસ્ત માછી સમાજ દ્વારા પામ વિવિધ ૧૬ જેટલા મુદ્દાઓને લઈને જીલ્લા કલેકટર,જીપીસીબી સહિત સંલગ્ન વિભાગને ઈમેલ કરી રજુઆત કરવામાં આવી હતી.