ઓરિસ્સા અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા
ભુવનેશ્વર, ઓરિસ્સા અને ઉત્તરાખંડમાં મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં ઓરિસ્સાના મયુરગંજમાં મોડી રાતે ૨.૧૩ કલાકે ભૂકંપના આંચકા આવ્યા હતાં. આ ભૂકંપની તીવ્રતા ૩.૯ રહી હતી. જયારે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૬ માપવામાં આવી હતી અને તે ૩.૧૦ કલાકે આવ્યો હતો.જાે કે બંન્ને રાજયોમાં ભૂકંપના કારણે કોઇ જાનહાનીના અહેવાલો નથી.
એ યાદ રહે કે મંગળવારે સવારે હરિદ્વારમાં પણ ભૂકંપના આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બહાદરાબાદ બ્લોકના ઔરંગાબાદ વિસ્તારના ડાલુવાલા કલાં ગામમાં હતું ભૂકંપની તીવ્રતા રિએકટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી જાે કે કોઇ જાનહાનીના અહેવાલ ન હતાં.
ઉત્તર ભારતમાં ગત છ મહીનામાં અનેક સામાન્ય ભૂકંપના આંચકા અનુભવાયા છે. જે હિમાલય વિસ્તારમાં મોટા ભૂકંપની આશંકાને આધાર આપે છે વિજ્ઞૈનિકોનું માનવામાં આવી તે આવા અનેક નાના ભુકંપ મોટી તબાહીનો સંકેત આપે છે.HS