Western Times News

Gujarati News

ઓરીએન્ટલ વીમા કંપનીને રૂા.૩.રર લાખનો મેડિકલેમ ચૂકવવાનો આદેશ આપતી ગ્રાહક કોર્ટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જીલ્લા ગ્રાહક પંચે ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડને અનીલભાઈ પ્રજાપતીનો રૂા.૩,રર,૮૧૧નો મેડીકલેમ મંજૂર કરવાનો આદેશ કર્યો છ. જેને તેણે અગાઉથી અસ્તિત્વ ધરાવતી બીમારી અંગેની કલમનો હવાલો આપીને ફગાવી દીધો હતો.

અનીલભાઈ પોતાના અને પોતાના પરીવાર માટે ર૦૧૩થી ઓરીએન્ટલ ઈસ્ન્યોરન્સ કંપની લીમીટેડની રૂા.પ,૦૦,૦૦૦ ની હેપ્પી ફેમીલી ફલોટર પોલીસી સિલ્વર પ્લાન ધરાવતા હતા અને ર૦૧૪-૧પમાં તે રીન્યુ કરાવી હતી. અનીલને ઓગષ્ટ ર૦૧૪માં નોન-હીલીગ અલ્સરની ફરીયાદ માટે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જેમના માટે તેમણે રાઈટ બુકાલ મ્યુકોસા ઓરલ કેન્સરના એસસી માટે સર્જરી કરાવી હતી. રૂા.૩,પ૮,૬૮૭ની રકમના દાવા માટે તેમણે મેડીકલેમ ફાઈલ કર્યો હતો. પરંતુ અનેક વખત વિનંતી કરવા છતાં વીમા કંપનીએ ન તો કલેઈમ ચુકવ્યો કે ન તો કોઈ જવાબ આપ્યો હતો. અનીલભાઈએ મદદ માટે કન્ઝયુમર એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર સીઈઆરસીનો સંપર્ક સાધ્યો હતો અને સીઈઆરસીએ અનીલભાઈ વતી ડીસ્ટ્રીકટ કમીશન, અમદાવાદમાં ફરીયાદ નોધાવી હતી.

જીલ્લા પંચે અનીલ પ્રજાપતીની તરફેણમાં ચુકાદો આપી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને ફરીયાદની તારીખથી ૭ ટકા વ્યાજ સાથે રૂા.૩,રર,૮૧૧ ચુકવવા આદેશ કર્યો હતો. પોલીસીની શરતો અનુસાર ફરજીયાત સહચુકવણી તરીકે સ્વીકાર્ય દાવાની રકમના ૧૦ ટકા તરીકે રૂા.૩પ,૮૬૭ની કપાત કરવામાં આવી હતી. માનસીક પીડા અને હેરાનગતિના વળતર પેટે રૂા.પ,૦૦૦ અને કેસના ખર્ચ પેટે રૂા.ર,૦૦૦ ચુકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.