ઓરીજનલ ગીત-સંગીત કયારેય ખતમ નહી થાય- બિન્ની શર્મા
અમદાવાદ, પોતાની આગવી અને સ્વતંત્ર ઓરીજનલ મ્યુઝીક શૈલી અને ગીતોના કારણે બોલીવુડ સહિત ગુજરાતના સંગીતજગતમાં આગવી ઓળખ ઉભી કરનાર ઇન્ડીપેન્ડન્ટ સીંગર બિન્ની શર્મા આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. કુદરતના સાનિધ્યમાં પોતાની જાતને ઓળખવાનો અનોખો સંદેશો આપતાં દિલ કહે સોન્ગના લોન્ચીંગને લઇ બિન્ની શર્મા અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદની ટૂંકી મુલાકાત દરમ્યાન આ ઇન્ડીપેન્ડન્ટ સીંગર બિન્ની શર્માએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ઓરીજનલ મ્યુઝીક અને ઇન્ડીપેન્ડ સીંગીંગના કારણે સંગીતની અસલ દુનિયા જળવાયેલી રહે તેમ છે.
બાકી હાલ બોલીવુડ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં ગણ્યાગાંઠયા ગીતો અને સંગીતને જીવંત રાખવાના ભાગરૂપે રિમીક્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેની કૂટનીતિ વચ્ચે ઓરીજનલ મ્યુઝીક અને સોન્ગ દબાઇ જાય છે પરંતુ તેને જીવંત રાખવાનો મારો વર્ષોથી પ્રયાસ રહ્યો છે અને રહેશે. કારણ કે, ઓરીજનલ ગીત-સંગીત કયારેય ખતમ નહી થાય, તે અમર જ રહે છે. છેલ્લા પંદર વર્ષથી બિન્ની શર્મા ઓરીજનલ મ્યુઝીક અને સંગીત ક્ષેત્રે કામ કરી રહ્યા છે. ગયા વર્ષે તેમનું પ્યાર કી એબીસી સોંગ રિલીઝ થયુ હતુ.
આ સિવાય અન્ના હજારેની ચળવળ પર આધારિત રૂકેંગે નહી પર કામ કર્યું તે પહેલા નિર્ભયા રેપ કેસ પર આધારિત ખોને દે, એ પછી દાઢીવાળા યુવકોની વાત રજૂ કરતુ મૂછસ્વેગ અને ૨૦૧૬માં ઢલતી હુઇ શામ રિલીઝ થયુ હતુ. દિલ કહે સોન્ગના લોન્ચીંગ પ્રસંગે અમદાવાદ આવેલા જાણીતા સીંગર બિન્ની શર્માએ જણાવ્યું હતું કે, આજની ભાગદોડભરી અને તણાવભરી જીંદગીમાંથી બહાર નીકળી ટ્રાવેલ કરી કુદરતના સાનિધ્યમાં જઇ પોતાની જાત અને નહી જાયેલી દુનિયા કે સંસ્કૃતિને પણ જાણવાની તક માણવી જાઇએ, કારણ કે, તેની મજા કંઇક અલગ જ છે.
દુનિયાથી અલગ થઇ પોતાની જાતને ઓળખવાનો અનુભવ બહુ અદ્ભુત હોય છે તે જ દર્શાવવાનો દિલ કહે સોન્ગમાં ભારે હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યો છે. સોન્ગનું શૂટીંગ ગુજરાતના ડાંગ જિલ્લામાં જ કરવામાં આવ્યું છે અને ડાંગના ઝરણાં, ધોધ, નદીઓ સહિતના કુદરતી દ્રશ્યોને કેમેરામાં કંડારવામાં આવ્યા છે. આદિવાસી જિલ્લો હોવાછતાં ડાંગમાં કુદરત અને પ્રકૃતિની બહુ અદ્ભુત સુંદરતા છવાયેલી છે. બિન્ની શર્માએ ઉમેર્યું કે, હું હંમેશા ઓરીજનલ અને ઇન્ડીપેન્ડન્ટ સંગીતમાં જ માનું છે.
ભારતમાં હજુ ઇન્ડીપેન્ડન્ટ સંગીતનું ચલણ એટલું નથી પરંતુ તે વધવુ જાઇએ. ઇન્ડીપેન્ડન્ટ સીંગગમાં કોઇક ને કોઇક સ્ટોરી કે મેસેજ હોય છે અને તે ઘણી અસર પેદા કરી શકે છે, તેની અલગ જ મહત્વતા છે. જાણીતા ડાન્સ પ્રોડયુસર અમિત દાસ દ્વારા કમ્પોઝ કરાયેલુ દિલ કહે સોન્ગ યુટયુબ ચેનલ બીઇઁગબિન્ની પર લોન્ચ થયુ છે. દિલ કહે સોન્ગના લીરીક્સ ગાયક બિન્ની શર્મા દ્વારા જ રચવામાં આવ્યા છે, જયારે તેના ડાયરેકટર શિખા દલાલ અને ડીઓપી ઝેનીથ બેંકર અને જય જાની છે.