ઓરેયા જિલ્લામાં અંતિમ સંસ્કાર બાદ જીવિત પરત ફરી છોકરી
લખનૌ, કોઈ તમને કહે કે જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર થઈ ગયું હતું એ પરત આવી ગઈ અને એ પણ જીવિત, તો તમે માનશો? પરંતુ એવું હકીકતમાં થયું છે. ઉત્તર પ્રદેશના ઓરેયા જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેને જાણ્યા બાદ તમે પણ અચંબિત રહી જશો. એક છોકરીના પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરી દીધું હતું. જાેકે અંતિમ સંસ્કાર કરવાના થોડા દિવસ બાદ પોલીસે યુવતીને જીવતી પકડીને પરિવારજનોને સોંપી દીધી.
આ ઘટના ઓરેયા પોલીસ સ્ટેશનના ક્યોંટરા ગામની છે જ્યાં એક યુવતી લગભગ દોઢ વર્ષથી ગુમ થઈ ગઈ હતી. ગુમ થયા બાદ યુવતીના પિતાએ સદર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ દાખલ કરાવ્યો હતો.
આ પ્રકરણમાં કેસ લખ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી પરંતુ યુવતીની જાણકારી ન મળી શકી. આ દરમિયાન ગુમ યુવતીના ગામ પાસે યમુના નદીના કિનારે એક છોકરીનું અજાણ્યું શવ મળે છે જેની જાણકારી ગ્રામજનોએ પોલીસને આપી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે યુવતીના પરિવારજનોને જ્યારે શવની ઓળખ કરાવી તો પરિવારજનો તેની ઓળખ અપહરણ થયેલી પુત્રીના રૂપમાં કરી.
પોલીસે અજાણ્યા શવને પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ શવ પરિવારજનોને સોંપી દીધું. ત્યારબાદ પરિવારજનોએ શવનું અંતિમ સંસ્કાર પણ કરી દીધું.
અંતિમ સંસ્કાર બાદ પરિવારજનોએ શંકાસ્પદ આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવા માટે પોલીસ પર દબાવ બનાવ્યો પરંતુ શવની ઓળખથી પોલીસ સંતુષ્ટ નહોતી કેમ કે ગાયબ યુવતીની ઉંમર ૨૨ વર્ષ હતી અને અજાણતી યુવતી જેનું શવ નદી કિનારે મળ્યું હતું તેની ઉંમર લગભગ ૧૨ વર્ષ હતી. પોલીસે ઓળખ બાદ શોધખોળ યથાવત રાખી અને ગાયબ યુવતીને શોધી કાઢી.
પોલીસે સર્વિલાન્સની મદદથી ગાયબ યુવતીને હરિયાણાના ગુરુગ્રામથી પકડી લીધી છે. ક્ષેત્રાધિકારીએ જણાવ્યું કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
સાથે જ ગુમ થયેલી યુવતીનું નિવેદન કોર્ટમાં દાખલ કરાવવામાં આવ્યું છે. હવે સવાલ એ કે આખરે જેનું અંતિમ સંસ્કાર થયું તે છોકરી કોણ હતી? આ રહસ્ય ખૂલવાનું હજુ બાકી છે. હાલમાં અંતિમ સંસ્કાર થયા બાદ અજાણ્યા શવની ખોટી ઓળખ થવાના કારણે પોલીસ માટે એક મોટો પડકાર બની ગયો છે અને એ પણ સ્પષ્ટ નથી થયું કે એ છોકરી ઘર છોડીને જતી રહી હતી કે પછી તેનું અપહરણ થયું હતું.SSS