Western Times News

Gujarati News

ઓરોનિકેતન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો  ‘ઉડાન-૨૦૧૯’ થીમ પર વાર્ષિક મહોત્સવ યોજાયો

વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકોની સાથે-સાથે વાલીઓનો  પણ મહત્વનો ફાળો રહેલો છે : મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, શાળાઓમાં આયોજીત ‘ઉડાન-૨૦૧૯’ જેવા વાર્ષિક મહોત્સવ થકી બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર આવે છે. શાળાઓમાં નવી પેઢીને ઘડવાનું કામ એટલે કે શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ થઇ રહ્યું છે, જે આવનારી પેઢી માટે ખુબ અગત્યનું પાસુ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શિક્ષણ અને સંસ્કાર થકી જ આપણા જીવનનું ઘડતર થાય છે, ત્યારે શિક્ષણ સાથે જોડાયેલી દરેક સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ રહીને બાળકોના જીવન ઘડતરમાં અગત્યનો ફાળો આપી રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ હોલ બોડકદેવ ખાતે શ્રી ઓરોનિકેતન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ અને શ્રી આઇ.એમ.પટેલ પ્રાઇમરી સ્કૂલ દ્વારા ‘ઉડાન-૨૦૧૯ ‘ થીમ પર વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મહેસુલ મંત્રી શ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, જીવનમાં એક વાત યાદ રાખવી જોઇએ કે આપણા ‘મા-બાપ’ પણ ભગવાનને જ સ્વરૂપ છે. એટલે ક્યારેય મા-બાપને ભૂલશો નહીં. કેમ કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકોની સાથે-સાથે વાલીઓનો ફાળો પણ અગત્યનો રહેલો હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે ટેક્નોલોજીનો જમાનો છે, ત્યારે વિદ્યાર્થીઓએ મહતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાનું એક આગવું સ્થાન ટેક્નોલોજીના ક્ષેત્રમાં બનાવવું જોઇએ. મહેસુલ મંત્રી શ્રીએ વાલીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ નીકળી રહી છે, ત્યારે પોતાની દિકરીઓની કારકિર્દીના ઘડતર માટે વાલીઓએ દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપવું જોઇએ, જેથી દિકરીઓ પોતાના જીવનમાં આગળ વધી શકે.

આ પ્રસંગે શાળાના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પરફોર્મન્સ આપ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શ્રી ઓરોનિકેતન સ્કૂલના ટ્રસ્ટી મંગળભાઇ પટેલ, સ્કૂલના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.