ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું મોત

(એજન્સી)અમદાવાદ,
અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈÂન્દરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (૨૯મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (૩૦મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં ૫ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જેમાંથી ૫૨ વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય ૪ જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર ૪૦૪માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા ૨૭ લોકોને રેસ્ક્્યૂ કરવામાં આવ્યા હતા.