ઓલપાડથી દેવમોગરા બાધા ઉતારવા જતી મહિલાઓને ચંદેરીયા અકસ્માત નડ્યો
ચાલકને ટેમ્પાના ટાયરમાં પંચર પડ્યું હોવાની શંકા જતા બ્રેક મારતા મારી પલ્ટી.
૧૧મહિલા અને ચાલક સહિત ૧૨ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ લઈ જવાયા હતા.
ઓલપાડ તાલુકાના સરસ ગામની પટેલ પરીવારની મહિલાઓ દેવમોગરા પાંડુરીમાતાની બાધા ઉતારવા ટેમ્પો લઈ વાલિયાથી આગળ ચંદેરીયા ગામ પાસે પહોંચતા વણાંક ઉપર પલ્ટી મારી જતા અગિયાર જેટલી મહિલા શ્રદ્ધાળુઓને નાની મોટી ઈજા પહોંચી હતી.આ ઈજાગ્રસ્તોને પ્રથમ નેત્રંગ સીએચસીમાં સારવાર આપી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં ચાર મહિલાઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલીક બચાવ કામગીરીમાં લાગી ગયા હતા.
ઓલપાડ તાલુકાના સરસ ગામના પટેલ પરીવારની ૧૧ મહિલાઓ દેવમોગરા માતાજીના દર્શન કરવા અને ધાર્મિક વિધિ કરવા મારુતિ સુઝુકીનો કેરી ટેમ્પો નં GJ 05 BX 9528 નો ચાલક કાંતિભાઈ વિનોદભાઈ પટેલ લઈને યાત્રાધામ ખાતે જઇ રહ્યો હતો. તે અરસામાં વાલિયા નેત્રંગ રોડ ઉપર ચંદેરીયા સ્વ.સરોજબેન છોટુભાઈ વસાવા સ્કૂલ આગળ ટેમ્પો ચાલકને વણાંક ઉપર ટાયરમાં કઈક ખામી હોવાની ગ્લાની થતા બ્રેક મારતા સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત થતા ટેમ્પામાં સવાર ૧૧ શ્રદ્ધાળુ મહિલાઓ ફંગોળાય જતા રોડ ઉપર પડી ગઈ હતી.જેમાં નાની મોટી ઈજાઓ થઈ હતી જેમને નજીકના સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવાય હતી જ્યારે તેમાંથી ચાર મહિલાઓને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલિક ૧૦૮ ની સેવાની મદદથી વધુ સારવાર અર્થે રાજપીપળા ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત અંગે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથધરી હતી.