ઓલમ્પિક્સમાં દાવેદારીની અમદાવાદમાં પહેલેથી તૈયારી
સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે ઓલમ્પિક આયોજન સંદર્ભે ગેપ એનાલિસિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
અમદાવાદ, ૧૮૯૬થી ઓલમ્પિક રમતનું આયોજન થઇ રહ્યું છે પરંતુ આજ સુધી ભારતમાં તેનું આયોજન થયું નથી. અત્યાર સુધી વિકસિત દેશોમાં જ તેનું આયોજન થઇ રહ્યું છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં વિકાસશીલ દેશોમાં તેના આયોજનની માંગ તેજ થઇ છે. ૨૦૩૨ સુધી ઓલિમ્પિક્સનો ર્નિણય થઇ ચૂક્યો છે અને આ અનુસંધાનમાં ભારત પ્રબળ દાવેદાર છે.
શું ૧૬ વર્ષ બાદ ૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિક્સ ગેમનું સપનું પુરૂ થઇ શકે છે. આ પ્રશ્નનો જવાબ આગામી થોડા મહિનામાં જ મળી જશે પરંતુ અમદાવાદ ઓલિમ્પિક ગેમની મેજબાની માટે કમર કસી ચૂકી છે. તેના માટે આગામી ૨૦૩૬ની ઓલમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે.
સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે ઓલમ્પિક યોજાશે કે કે તેનું ગેપ એનાલિસિસ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ઔડાએ મંગળવારે ઓલમ્પિક માપદંડના અનુસાર સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર એનાલિસિસ માટે ટેંડર જાહેર કર્યા છે. ટેંડર પૂર્ણ થયા બાદ ગેપ એનાલિસિસ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવાનો રહેશે.
ત્રણ મહિનામાં રિપોર્ટ તૈયાર સોંપવાનો રહેશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને એએમસી અને ઔડા સંયુક્ત રીતે કામ કરશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન ઓલમ્પિક અને કોમનવેલ્થ જેવી આંતરરાષ્ટ્રીય રમત યોજાય તે હેતુથી કરાયું છે. આ માટે એન્કરિંગની જવાબદારી સોંપાઇ છે.
૨૦૩૨ માટે ભારત દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જાેકે બ્રિસબેનની દાવેદારી પ્રબળ બનતા હવે ૨૦૩૬ માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ઓલમ્પિક્સ માટે વિશ્વ કક્ષાના સ્ટેડિય, સુરક્ષા વ્યવસ્થા અને હોટલ્સનું નિર્માણ જરૂરી છે. ઓલમ્પિક્સ યોજાય તો હજારોને રોજગારી મળે તેવું ઔડાનું અનુમાન છે.
ઓલમ્પિક્સનું આયોજન થવાથી અમદાવાદના આસપાસ બહોળો વિકાસ થશે અને યુવાનો સ્પોર્ટ્સ પ્રત્યે સજાગ બનશે. આ ઉપરાંત હોટલ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ૨૦૨૮ સુધીના ઓલમ્પિક મેજબાન દેશનો ર્નિણય થઇ ચૂક્યો છે. હવે ૨૦૩૨ની મેજબાની માટે આગામી મહિને બિડ ખુલવાની છે.
૨૦૨૦ના ઓલમ્પિક ગેમ્સ કોરોનાના લીધે ૨૦૨૧ માં થવાના છે. જાપાનમાં તેનું આયોજન છે. જાેકે હજુ સુધી કોરોનાના લીધે હજુ સુધી કંઇ નક્કી કહી ન શકાય. ૨૦૨૪ ઓલમ્પિકનું આયોજન પેરિસમાં થવાનું છે અને ૨૦૨૮ ના ઓલમ્પિકનું આયોજન લોસ એંજિલસમાં થશે. ૨૦૩૨ ના ઓલમ્પિક સ્થળ ફાઇનલ થઇ ચૂક્યા છે. ઓલમ્પિક કમિટીએ તેના માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનને મનપસંદ સ્થળ ગણવામાં આવે છે.